પાટણની ઐતિહાસિક ધરોહર એવી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળ્યું છે. ત્યારે પટણીઓનો હરખ હૈયે સમાતો નથી. પાટણની આ બેનમુન કલાકૃતિ સમાન વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર પાટણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.