બદલાયેલા સમયમાં પ્રદૂષણનો પ્રશ્ન ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ પ્રશ્ન હળવો બને તે માટે તંત્ર જાગૃતિ અભિયાન ચલાવે છે અને મોટી મોટી વાતો કરે છે. આ બધો તમાશો જનતાના ખર્ચે ભજવાય છે. જો ખરેખર પર્યાવરણ બચાવવા તંત્ર ચિંતા કરતું હોય તો પર્યાવરણ બગાડતાં તત્વો સામે તે લાલ આંખ પણ કરતું હોત. આજે અમને આપને બતાવીશું કે તંત્ર કઈ રીતે પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે.