ઉંટ એટલે રણનું જહાજ… પણ એવું નથી. કચ્છમાં ખારાઇ ઉંટની વિશેષ પ્રજાતિ છે, જે પાણીમાં તરી શકે છે. દુનિયામાં આવા વિશિષ્ટ ઊંટ બીજે કયાંય નથી. પણ આજે આ ખારાઈ ઊંટોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. જેને કારણે આ ઊંટના માલિકો એવા માલધારીઓ પણ ચિંતિત બન્યા છે. ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળે તેવા પ્રયત્નો અંતિમ તબક્કામાં છે. ત્યારે માલધારીઓ પણ તેમની જીવાદોરી સમાન ખારાઈ ઊંટને જલ્દીથી રાષ્ટ્રીય માન્યતા મળે તેવી આશા રાખીને બેઠા છે.