આગામી દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટાપાયે ઉલટફેરની શકયતા છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અનઅપેક્ષિત હારના કારણે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસ આખરી દાવ ખેલવાના મૂડમાં છે. કોંગ્રેસે શરદ પવારની પાર્ટી NCPને કોંગ્રેસમાં ભળી જવાની ઓફર કરી છે..જેના બદલામાં આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠલ ચૂંટણી લડવાની દરખાસ્ત મુકવામાં આવી છે.