સાણંદના પલવાડા ગામમાંથી પસાર થતી ફતેવાડી કેનાલ પર સિંચાઈ વિભાગ દ્રારા બનાવવામાં આવેલા ગેરકાયદેસર રોડને લઈને ખેડૂતો મશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી ફરીયાદો કરી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. વી ટીવીએ સૌ પ્રથમ આ અહેવાલ રજૂ કરીને ખેડૂતોના પશ્નોને વાચા આપી હતી. પરંતુ ઉત્સવોમાં વ્યસ્ત સરકાર કે મંત્રીઓ કે અધિકારીઓને પાસે આ પીડિત ખેડૂતોને સાંભળવાનો સમય નથી.