નર્મદા જિલ્લો મોટા ભાગે ઢાળ ઢોળાવો વાળો વિસ્તાર હોવાથી અહીં બીન પીયત વરસાદ આધારીત ખેતી થતી હોય છે.અને વરસાદ આવતા જ ખેડુતો ગેલમાં આવી વાવણી આરંભી દેતા હોય છે.ચાલુ વર્ષે પણ ખેડુતોએ પ્રથમ વરસાદ બાદ વાવણી કરી પણ હવે વરસાદે હાથતાળી આપતા ખેડુતો ચિંતીત બન્યા છે.