જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ જ્યાંથી થાય છે તેવા વોકળા અને ગટરો કચરાથી ભરેલી છે તેને સાફ કરવાની કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોવાનું દેખાય આવે છે. બીજીબાજુ જર્જરિત ઈમારતોને માત્ર નોટીસ આપીને મહાનગરપાલિકાના અધિકારીઓએ આગળની કોઈ કામગીરી કરવામાં આવી નથી.