રેલ મુસાફરી અને માલભાડામાં કરાયેલા વધારાનો અમલ થતા જ વિરોધ પણ થયો. દેશના અનેક શહેરોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા રેલ રોકવામાં આવી અને પ્રદર્શન કરવામાં આવ્યા. ટ્રેન મારફતે મુસાફરી કરનારા યાત્રિકો પણ સરકારના ભાડા વધારાના નિર્ણયથી નારાજ છે.તો કેટલાક મુસાફરોએ ભાડા વધારાને યોગ્ય ગણાવ્યો છે.