સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાંથી ફરી એક વખત પાલિકાની પાણીની લાઇનને સમાંતર ખાનગી પાણીની ભુતિયા લાઇનો પકડાતા ચકચાર મચી જવા પામ્યો છે. અત્યારે પાલિકા દ્રારા આ ભુતિયા નેટવર્ક કોના દ્રારા ચલાવવામાં આવતુ હતુ. અને કોને સપ્લાય કરવામાં આવતુ હતુ તે બાબતે તપાસ કરીને નેટવર્કમાં સંકળાયેલા કારભારિઓ ઉપર ગળીયો કસવાની તૈયારીઓ કરી રહી છે. આ નેટવર્કથી પાલિકાને વાર્ષીક 15 કરોડ રૂપિયા કરતા પણ વઘારેનું નુકસાન ગયુ હોવાનો અંદાજ.