ખેડાનાં ઠાસરા તાલુકાની મામલતદાર કચેરીએ 20 રૂ.નાં અને 50 રૂ.નાં સ્ટેમ્પની અછત ઉભી થઈ છે. જેના કારણે ઠાસરા મામલતદાર કચેરીમાં ઇસ્ટેમ્પીગ વિભાગમાં લાંબી લાઇનો જોવા મળે છે. ઘણી વખત ઇન્ટરનેટ કનેકટીવીટી ખોરવાતાં લાઇનમાં ઉભેલા લોકોને ઇસ્ટેમ્પીગનું કામ ખોરભે પડતાં નિરાશ થઇ ને પાછા જવુ પડે છે. લોકોનાં સોંગદનામા નાં એફીડેવીટનાં કામ રખડી પડે છે.