અષાઢી બીજનું મહાપર્વ રથયાત્રા તરીકે ઉજવાય છે. ત્યારે કચ્છના ભૂજમાં પણ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરાયું હતું. તો સાથે કચ્છવાસીઓએ તેમના નવા વર્ષની પણ ઉજવણી કરી હતી. ભારતના છેવાડાના આ પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. જેની ઉજવણીમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતા નથી. ત્યારે આ ભાતીગળ પ્રદેશની પરંપરા, ઈતિહાસ અને તેની કુદરતી સંપદા પર આવો કરીએ એક નજર…