ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની સાથે સાથે વહીવટીતંત્ર પણ ચિંતિત બન્યું છે.ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ફક્ત 20 ટકા પાણી રહ્યું હોઈ સિંચાઈ માટે પાણી બંધ કરીને પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખી દેવામાં આવ્યો છે.