http://www.youtube.com/watch?v=53-dFQg7aNgનવસારીમાં આજે મેઘરાજાનું ધમાકેદાર રીતે આગમન થયું છે. નવસારીમાં આજ સવારથી જ મેઘરાજાએ પોતાની મહેર મનમુકી વરસાવતા શહેરીજનોને ખુશ કરી દીધા હતા. વરસાદને પગલે શહેરમાં ઠંકડ પ્રસરી જતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદના પગલે નવસારી અને વિજલપોરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યુ હતુ.મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા