http://www.youtube.com/watch?v=y-xohXA2oREગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે દુકાળ અને હાઉસિંગ મકાનોની ફાળવણીના ડ્રો મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ત્યારે નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું કે, હાઉસિંગના આવાસો ફાળવણીનો ડ્રો હવે એક મહિનામાં જ ફરીથી કરવામાં આવશે. અને દરેક જિલ્લામાં અલગ અલગ રીતે ડ્રોની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ડ્રોની કાર્યવાહી કેદ્ર સરકારની સંસ્થા NICને સોંપવામાં આવશે.