હાઈ વે પર ટ્રકની તાડપત્રી કાપીને ટ્રકમાંથી માલ સામગ્રીની ચોરી કરતી ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધારને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.આ ટોળકીએ ગુજરાતમાં ચોરીના 100થી વધુ ગુના આચર્યા છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને તેના સાગરીતોની શોધ શરૂ કરી છે.