http://www.youtube.com/watch?v=AiBPJTNdEgAશિક્ષણનો અધિકાર… સર્વશિક્ષા અભિયાન…સૌ ભણે, સૌ આગળ વધે. આ બોર્ડ વાંચીને ગર્વ થાય રાજ્ય સરકારના અભિગમ પર. પરંતુ આ અભિગમનો કેટલાક તત્વો ગેરફાયદો પણ ઉઠાવે છે. વાત છે જામનગરની…નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા નંબર 19 છે. જ્યાં આ વિદ્યાર્થીનીઓ કિલ્લોલ કરતાં કરતાં ઉત્સાહ સાથે ભણે છે. અને આગળ વધવાના સપના જુએ છે. સામાન્ય રીતે સરકારી શાળામાં કેટલાય પછાત અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતુ આ માસૂમોને તો આવી ખબર હોતી નથી. ત્યારે તેનો સત્તાધીશો ગેરફાયદો ઉઠાવે છે. અને આ બહાર આવ્યું શાળાના ઓડિટ દરમિયાન. જામનગરમાં નગરપ્રથમિક શિક્ષણ સમિતિ હસ્તક 46 શાળા ચાલે છે. જેમાં 45 શાળામાં શિષ્યવૃત્તિના તમામ હિસાબો મળ્યા. પરંતુ માત્ર આ શાળા નંબર 19 એક એવી નીકળી, જ્યાં છેલ્લા સાત વર્ષથી કોઈ શિષ્યવૃત્તિ ચુકવાઈ નથી. કે તેના નાણાનો કોઈ હિસાબ નથી.