અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ લોકોને પૈસા,દારૂ,નોકરી,અનામત અને મોંઘવારી-ગરીબી દૂર કરવાના વાયદા કરતી હોય છે. પરંતુ જમાનો બદલાયો તો સાથે સાથે રાજકીય પક્ષોના વાયદાઓ પણ બદલાયા.હરિયાણામાં કન્યાજન્મનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી વર્તમાન સમયમાં હરિયાણાના અનેક યુવાનો કન્યાના અભાવે કુંવારા છે. ત્યારે ઓમપ્રકાશ ધનખડ નામના ભાજપના એક નેતાએ એવો વાયદો કર્યો કે ભાજપને મત આપશે તે કુંવારાને ભાજપ, બિહારની કન્યા સાથે લગ્ન કરાવી દેશે.