અમદાવાદમાં ધૂમ સ્ટાઇલે બાઇક પર લૂંટ ચલાવતી ગ્વાલા ગેંગના બે આરોપીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. અને બેગ લીફટીંગના 16 ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. ક્રાઈમબ્રાન્ચે આરોપીઓ પાસેથી બે પલ્સર બાઈક, 54 હજાર રૂપિયા અને નકલી ડ્રાયવીંગ લાયસન્સ કબજે કર્યા છે.