વાપી, દમણ અને સેલવાસમાં આવેલા હજારો એકમોમાં લાખો કામદારો રોજગારી મેળવવા સ્થાયી થયા છે. દેશભરમાંથી સ્થાયી થયેલા કામદારોને માદરે વતન જવા માટે રેલવે પર આધાર રાખવો પડે છે. વાપી સ્ટેશનને આજદિન સુધી A ગ્રેડની સુવિધા મળી નથી. તેમજ ઉત્તર ભારત તરફ જવા માટે રેલવેની ફ્રિકવન્સી વધારવાની વર્ષો જૂની માગ આજદિન સુધી સંતોષાઈ નથી. ત્યારે આ વખતના રેલવે બજેટમાં અહીંના કામદારો રેલવે મંત્રાલય તરફ મીટ માંડીને બેઠા છે. શું છે આ કામદારોની માગણીઓ.