ઈરાકમાં આતંકવાદી સંગઠન ISISના સકંજામાંથી મુક્ત થયેલી 46 ભારતીય નર્સો એર ઈન્ડિયાના વિશેષ વિમાન મારફતે સ્વદેશ પરત ફરી.બાદમાં કેરળની રહેવાસી એવી આ તમામ નર્સોને અન્ય એક વિમાન દ્વારા કોચ્ચિ પહોંચાડવામાં આવી.હવે સરકારે ઈરાકમાં બંધક બનાવાયેલા અન્ય 39 ભારતીયોને પણ મુક્ત કરાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.