ગ્લેમર વર્લ્ડમાં કાસ્ટિંગ કાઉચ તદ્દન સામાન્ય છે. અગાઉ આ બાબતે હોઠ સીવી રાખતી અભિનેત્રીઓ હવે આ વિષય પર ખુલ્લેઆમ વાત કરતાં ખચકાતી નથી. ટીના દત્તા પણ આવી અદાકારાઓમાંની એક છે. તે કહે છે કે ઝાકઝમાળની દુનિયામાં કાસ્ટિંગ કાઉચનું અસ્તિત્વ છે એ વાસ સોળ આના સાચી છે.
પરંતુ તમે તેની સામે શી રીતે ઝંીંક ઝીલો છો એ અગત્યનું છે. ટીના વધુમાં કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યે મને ૧૪ વર્ષ થયાં. દરમિયાન સંખ્યાબંધ વખત લોકો મારી સામે ‘ચોક્કસ’ પ્રકારની ઓફર લઈને આવ્યાં હતાં. અલબત્ત, પ્રોજેક્ટની ઓફરને બહાને. વાસ્વતમાં આ ઈન્ડસ્ટ્રીમાં તમને બીજા પણ ઘણાં અનુભવો થાય છે. લોકો મનમાં મેલ રાખીને તમને મળે, મેસેજ કરે, ફોન કરે.
પરંતુ જો તમે અડગ હો તો કોઈ તમને હાથ ન અડી શકે. તમારે એ વાતે મક્કમ હોવું જોઈએ કે એક-બે-ચાર-પાંચ વર્ષ સુધી તમને કામ નહીં મળે તોય તમે આવી ‘ઓફર’ સામે નમતું નહીં જોખો. તમે એ જ કરશો જે કરવા માટે તમારું મન માનશે.
ટીના પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે હું દ્રઢપણે માનું છું કે જો તમે નમતું ન જોખો તો કોઈ તમને પરાણે હાથ ન અડાડી શકે. તમારે મનથી મક્કમ રહેવું જોઈએ કે કોઈપણ સંજોગોમાં તમે કાસ્ટિંગ કાઉચની જાળમાં નહીં ફસાઓ, મારી પાસે કામ ન હોય તોય હું કાસ્ટિંગ કાઉચનો શિકાર બનીને કામ મેળવવાનો પ્રયાસ નથી કરતી. જો તમે સ્વયં મક્કમ હો તો આ સમસ્યાનો સામનો સરળતાથી કરી શકો.
ટીના દત્તાઃ અડગ રહીને કર્યો કાસ્ટિંગ કાઉચનો સામનો was originally published on News4gujarati