બ્રસેલ્સ, તા.30 જાન્યુઆરી 2020, ગુરૂવાર

CAA પર યુરોપિયન યુનિયનની સંસદમાં વોટિંગ કરાવવાની પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યુ છે.

આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતને ફરી એક વખત પાકિસ્તાનને પછાડવામાં સફળતા મળી છે. જોકે ભારતના આ વિજયમાં યુરોપિયન યુનિયનની મહિલા સાંસદ હેલેના ડેલ્લીનો બહુ મોટો ફાળો રહ્યો હતો. હેલેનાએ ભારતના પક્ષમાં કરેલી જોરદાર દલીલો સામે પાકિસ્તાની મૂળના સાસંદ શફક મહોમ્મદ અને બ્રિટનના જોન હોવાર્થ અનુત્તર થઈ ગયા હતા.

હેલેનાની દલીલો બાદ સંસદે વોટિંગ કરવાના પ્રસ્તાવને સ્થગિત કરી દીધો હતો. હેલેના યુરોપિયન યુનિયનની ઉપાધ્યક્ષ પણ છે. તેમણે કહ્યુ હતુ કે, ભારતના પીએમ મોદી ભારત યુરોપિયન સંઘના શિખર સંમેલન માટે માર્ચમાં બ્રસેલ્સ આવવાના છે. મારૂ માનવાનુ છે કે, ભારતમાં કાયદાનુ પાલન થાય છે કે નહી તે જોવાનુ કામ ત્યાંની સુપ્રિમ કોર્ટનુ છે. તે ભારતમાં તનાવ ઓછો કરવા માટે કામ કરે છે. ભારત યુરોપિયન યુનિયનનુ એક સન્માનિત ભાગીદાર અને લોકશાહીનુ પાલન કરનાર દેશ છે.

હેલાના ઉપરાંત ભારતની તરફેણમાં ફ્રાન્સના સાંસદ થિયરી મારિઆની અને ભારતીય મૂળના બે સભ્ય દિનેશ ધામીજા અને નીના ગિલે પણ જોરદાર રીતે દલીલો કરી હતી. બીજા દેશોએ પણ CAAને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

યુરોપિયન યુનિયનની આ મહિલા સાંસદે ભારતની તરફેણમાં કરી જોરદાર દલીલો was originally published on News4gujarati