ટેક જાયન્ટ કંપની પોતાના યુઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે પોતાના પ્રોડક્ટમાં સતત નવા ફીચર રજુ કરતી રહે છે. ક્રોમ બ્રાઝર ગૂગલની એક પ્રોડક્ટ છે જે કેઇ એડઓન અને હીડન ફીચરની સાથે આવે છે.

સામાન્ય રીતે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ યુઝર વેબ બ્રાઉઝીંગ માટે કરે છે, પરંતુ કેટલીક હિડન ટ્રીક્સ વડે ક્રોમ એક્સપીરિયન્સને યુઝર્સ મજેદાર બનાવી શકે છે.

આજે ક્રોમના જ એક એડઓન પિક્ચર-ઇન-પિક્ચર (PiP) મોડ અંગે તમને જણાવીએ. આ મોડ વડે તમે ક્રોમ પર કામ કરતી વખતે કોઇ પણ ટેબ સ્વિચ કરી આરામથી વિડિયો જોઇ શકો છો.

કેવી રીતે કરો ઇનેબલ

આ મોડને ઓન કરવા માટે સૌથી પહેલા યુટ્યુબ પર તે વિડિયોને પ્લે કરો જેને તમે પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં રાખવા માગો છો. વિડિયો પ્લે થવા પર સ્ક્રીન પર બે વખત રાઇટ ક્લી કરો. બીજી વખત ક્લીક કરવા પર પિક્ચર-ઇન-પિક્ચર મોડ પર વિડિયો પ્લે થવા લાગશે. આ ફીચર ફક્ત યુટ્યુબ માટે જ છે.

મર્યાદિત કન્ટ્રોલ

પિક્ચર-ઇન-પિક્ચર (PiP) મોડ તમને વધારે કન્ટ્રોલ નહીં મળે. આ મોડમાં તમે ફક્ત પોઝ અને બે ટૂ ફુલ સ્ક્રીનનો જ ઓપ્શન મળશે. કેટલાક યુઝર્સને અહીં વિડિયો ફોરવર્ડ, વોલ્યુમ કન્ટ્રોલ કે વિડિયો રીપ્લે કરવા જેવા ફીચર્સની ખોટ વર્તાશે.

Google Chrome પર કામ કરતા કરતા જુઓ YouTube વીડિયો, આ સ્ટેપ કરો ફોલો was originally published on News4gujarati