નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે મતદારોને આકર્ષવા માટે રાજકિય પક્ષો જોર લગાવી રહ્યાં છે. આજે ભાજપે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દિલ્હીનું નસીબ અમે બદલવાના છીએ. દિલ્હીમાં વાયુ-જળ પ્રદર્શન સૌથી મોટી સમસ્યા છે. અમારી કેન્દ્ર સરકાર બંન્ને દિશામાં મોટા કામ કરી રહ્યાં છીએ. અમારી સરકારનું ફોકસ દિલ્હીમાં સાફ પાણીની વ્યવસ્થા કરવાનું છે.
મોનિફેસ્ટોમાં આપેલા વચનો
  • દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર
  • નવી અધિકૃત કોલોની માટે ડેવલપમેન્ટ બોર્ડ
  • ભાડૂંઆતોના હિતોની રક્ષા કરવી
  • સીલિંગ નહી હોવા માટે નિયમ અને કાયદામાં ફેરફાર
  • વેપારીઓમાં એક વર્ષમાં લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડનું કામ પૂર્ણ કરવું
  • જેમને ઘઉં મળે છે તેમને 2 કિલો લોટ
  • હર ઘર નલથી શુદ્ધ પાણી આપવાની યોજના
  • દિલ્હીને ટેંકર માફિયાથી મુક્ત કરાવશે
  • દિલ્હીમાં 200 નવી શાળાઓ અને 10 મોટી કોલેજ ખોલવામાં આવશે
  • નવમાં ધોરણના વિદ્યાર્થીઓને ફ્રીમાં સાઈકલ
  • ગરીબ વિધવા મહિલાઓની દિકરીઓના લગ્ન માટે 51 હજાર રૂપિયા
  • 10 લાખ બેરોજગારોને રોજગારી
  • યુવાનો મહિલા અને પછાત કલ્યાણ માટે અલગ બોર્ડ
  • રાણી લક્ષ્મી બાઈ મહિલા સુરક્ષા યોજના
  • દિલ્હી પોલીસના સહયોગથી 10 લાખ વિદ્યાર્થીનીઓને સુરક્ષાની ટ્રેનિંગ
  • દિલ્હી યમુના વિકાસ બોર્ડ બનાવવાની જાહેરાત
  • યુમુના રિવરફ્રંટ, યમુના આરતી શરૂ થશે
  • દિલ્હીમાં આયુશમાન, પીએમ આવાસ, કિસાન સમ્માન નિધિ યોજવા લાગૂ થશે
  • સમૃદ્ધિ દિલ્હી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની જાહેરાત
  • ગરીબ પરીવારમાં દિકરીના જન્મ સમયે એકાઉન્ટ ખોલવામાં આવશે અને 21 વર્ષની થવા પર 2 લાખ રૂપિયા
  • કોલેજમાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થીનીઓને ઈલેક્ટ્રીક સ્કૂટી ફ્રીમાં અપાશે
  • બે વર્ષમાં દુલ્હીમાંથી કચરાના પહાડોને હટાવશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રોજગારી, ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું વચન was originally published on News4gujarati