મૂળ ભારતીય કૂળના અરવિંદ કૃષ્ણા 9,00,000 કરોડની અમેરિકી કંપની IBMના બોસ બન્યા હતા. IBMના હાલના સીઇઓ વર્જિનિયા રોમેટી કનેથી અરવિંદ કૃષ્ણા જવાબદારી સ્વીકારી લેશે.

શ્રી અરવિંદ કૃષ્ણા આ વર્ષના એપ્રિલની છઠ્ઠીથી IBMના સીઇઓની જવાબદારી સંભાળી લેશે. તેઓ હાલ 57 વર્ષના છે.

હાલ શ્રી કૃષ્ણા IBM મા ક્લાઉડ એન્ડ કોગ્નિટિવ સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. એમની હાલની જવાબદારીમાં IBM ક્લાઉડ, IBM સિક્યોરિટી અને  કોગ્નિટિવ એપ્લીકેશન બિઝનેસ ઉપરાંત IBM રિસર્ચનો સમાવેશ થાય છે. અગાઉ તેમણે IBM સિસ્ટમ એન્ડ ટેક્નોલોજી ગ્રુપના ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઝેશનના જનરલ મેનેજર તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક અદા કરી હતી. IBMના ડેટા સંબંધિત કેટલાક બિઝનેસની જવાબદારી પણ તેમણે સંભાળી હતી.

અરવિંદ કૃષ્ણા 1990માં IBM સાથે જોડાયા હતા. હાલના સીઇઓ વર્જિનિયા રોમેટીએ કહ્યું કે મારા અનુગામી તરીકે અરવિંદ કૃષ્ણા બેસ્ટ વ્યક્તિ છે. અરવિંદ બેસ્ટ ટેક્નોલોજિસ્ટ પણ છે જેમણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ અને  બ્લોકચેન જેવી આપણી કેટલીક બેસ્ટ ટેક્નિકનો વિકાસ સાધ્યો હતો.

9 લાખ કરોડની અમેરિકી કંપની IBMના બોસ બન્યા ભારતીય કૂળના અરવિંદ કૃષ્ણા was originally published on News4gujarati