અડાજણ રોડ પર ગઈકાલે રાત્રે શાળામાં ચાલી પરીક્ષાનું વાંચન કરતા કરતા વિદ્યાર્થી દરવાજો લોક કરીને સૂઈ ગયો હતો. જોકે દરવાજો નહીં ખોલતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા જેથી ત્યાં ફાયરબ્રિગેડ પહોંચીને દરવાજો ખોલ્યો હતો.

ફાયરબ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અડાજણ રોડ પર ભૂમિ કોમ્પ્લેક્સ પાસે રહેતો 15 વર્ષ મુકુન કાપડિયા ધોરણ 10માં અભ્યાસ કરે છે તેની હાલમાં શાળામાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી હોવાથી ઘરમાં રૂમનો દરવાજો લોક કરીને ગઈકાલે રાત્રે વાંચન કરતો હતો દરમિયાન તેને ઊંઘ આવી જાય તો સૂઈ ગયો હતો. જો કે તેના પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવતા અંદરથી તેનો જવાબ આપ્યો ન હતો જેથી તેના પરિવારજનો ચિંતાતુર થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટનાસ્થળે ધસી ગયા હતા.

ફાયર જવાનોએ નીચે સીડી મૂકીને તેમના પહેલા માળની ગેલેરીમાં ગયા હતા ત્યાંથી ફયરજવાનો રૂમમાં જઈ સુતેલા મુકુનને ઉઠાડ્યો હતો અને તેના રૂમનો દરવાજો ખોલી તેને બીજા રૂમમાં સહી સલામત લઈ ગયા હતા અને તેના પરિવારના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો.

રૂમનો લોક કરીને ધોરણ 10નો વિદ્યાર્થી વાંચન કરતા સુઈ જતા પરિવારજનો ચિંતાતુર બન્યા was originally published on News4gujarati