– પગાર વધારા સહિત વિવિધ માંગણી અન્વયે
– ત્રણ દિવસમાં અબજો રૂ।.ના આર્થિક વ્યવહારો અટકી જશે, રાજ્યના 20 હજાર કર્મીઓ જોડાશે
આવતીકાલ તા.૩૧ અને તા.૧ ફેબુ્રઆરીએ દેશના ૧૦ લાખ અને ગુજરાતના ૨૦ હજાર તથા સૌરાષ્ટ્રના ૮ હજાર બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે. બેન્ક કર્મચારીઓએ હડતાળ માટે એવા બે દિવસ નક્કી કર્યા છે કે પછી રવિવારની રજા આવતી હોય સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે.
સોમવાર સુધી બેન્કો બંધ રહેવાથી અબજો રૂ।.ના આર્થિક વ્યવહારો અટકી જશે અને લોકોને હાલાકી પડશે જે અંગે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને એવી વિનંતિ કરી છે કે તેઓ હડતાળ ટાળવા લાંબા સમયથી વાટાઘાટો કરતા હતા પણ ત્રીસ મહિનાની ધીરજ રાખવા છતાં બેન્ક સંચાલકોએ માંગણી નહીં સ્વીકારતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓ બેન્કના એન.પી.એ.મુદ્દે પણ લડી રહ્યા છે અને જો તેની વસુલી સરકાર કરાવે તો બેન્કમાં ૧૦ લાખ કરોડ રૂ।.આવે અને વ્યાપારીઓ,લોકોને લોનમાં રાહત પણ આપી શકાય તેમ છે.
સૌરાષ્ટ્રમાં 8 હજાર બેન્કકર્મીઓ આજથી હડતાળ પર,બેન્કો બંધ was originally published on News4gujarati