– સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયા: આયાતી ખાદ્યતેલોમાં ફરી પીછેહટ: દિવેલ તથા એરંડા હાજર અને વાયદા બજારમાં ઘટાડાનો પવન

– વિશ્વ બજારમાં ખાદ્યતેલોમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે દેશી ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા હતા જ્યારે  આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ  ફરી નીચા બોલાતા  થયા હતા.  વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા.  ઘરઆંગણે નવી માગ પાંખી હતી. બજારના ખેલાડીઓની નજર  હવે સરકાર દ્વારા જાહેર થનારી  આયાતી ખાદ્યતેલોની  આયાત  જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે  વપરાતી ટેરીફ વેલ્યુ પર  રહી હતી તથા ત્યાર પચી  શનિવારે રજૂ થનારા  બજેટ પર રહી હતી.

બજારના જાણકારોના જણાવ્યા  મુજબ વિશ્વ બજારમાં  તાજેતરમાં  વિવિધ ખાદ્યતેલોના  ભાવ ઉંચા મથાળેથી  ઝડપી ઘટયા હોવાથી હવે ઘરઆંગણે જાહેર થનારી ટેરીફ વેલ્યુમાં ઘટાડો કરવામાં  આવશે એવી શક્યતા બતાવાઈ રહી હતી. 

મુંબઈ બજારમાં  આજે ૧૦ કિલોનાભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૪૪ વાળા  રૂ.૮૪૦ જ્યારે જેએનપીટીના  રૂ.૮૩૮ વાળા રૂ.૮૩૫ રહ્યા હતા. માંડ ૪૦થી ૫૦ ટનના વેપારો હતા.   દરમિયાન રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના  ભાવ રૂ.૮૬૫થી ૮૯૫ જેવા ઉંચા બોલાઈ  રહ્યા હતા.   ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૮૦ વાળા રૂ.૭૭૩ રહ્યા હતા. 

જયારે વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ નીચામાં  રૂ.૭૪૫.૩૦ તથા ઉંચામાં રૂ.૭૫૯.૫૦ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૭૫૨ રહ્યા હતા જ્યારે  સોયાતેલ  વાયદાના ભાવ નીચામાં રૂ.૮૪૮.૪૦ તથા ઉંચામાં રૂ.૮૫૯ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૮૫૭.૫૦ રહ્યા હતા.  મુંબઈ હાજર બજારમાં  સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૪૫થી ૮૪૮ વાળા રૂ.૮૪૦ રહ્યા  હતા. દરનિયાન, સનફલાવરના ભાવ આજે  રૂ.૮૫૦ તથા રિફા.ના રૂ.૮૮૦ રહ્યા હતા.   જ્યારે  સિંગતેલના ભાવ વધી રૂ.૧૧૪૦તી ૧૧૫૦  રહ્યા હતા.   સૌરાષ્ટ્રના સમાચાર મુજબૂતાઈ બતાવતા હતા.

રાજકોટ બાજુ સિંગતેલના ભાવ વધી રૂ.૧૧૦૦ થી ૧૧૨૫ જ્યારે ૧૫ કિલોના ભાવ વધી રૂ.૧૭૭૦થી ૧૮૦૦ રહ્યાના સમાચાર હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ જોકે રૂ.૭૯૭થી ૮૦૦ વાળા આજે રૂ.૭૯૦થી ૭૯૫ બોલાઈ રહ્યા હતા.  જ્યારે મુંબઈ બજારમાં  કપાસિયા તેલના રૂ.૮૫૦થી ૮૫૨  વાળા રૂ.૮૪૮ રહ્યા હતા.   મસ્ટર્ડના  ભાવ રૂ.૯૦૦ તથા કોપરેલના ૧૦ કિલોના ભાવ રૂ.૧૪૦૦ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.બે ઉંચા  બોલાઈ રહ્યા હતા જ્યારે  મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૧૧૫ વાળા ૪૧૨૫ રહ્યા હતા. 

દરમિયાન, મલેશિયાના વડાપ્રધાને એવું નિવેદન કર્યાના નિર્દેશો હતા કે ભારત સરકારે પામતેલની આયાતો પર અંકુશો  મૂકતાં  મલેશિયા ચિંતિત બન્યું છે.  આ પ્રશ્ને  સમાધાન ગોતવા મલેશિયા સરકાર પ્રયત્નો  કરશે એવા સંકેતો તેમણે આપ્યા હતા.  દરમિયાન, ઘરઆંગણે  શનિવારે બજેટ હોવાથી  કોમોડિટીઝ વાયદાના વિવિધ એમસીએક્સ, એનસીડેક્સ સહિતના વિવિધ એક્સચેન્જો  શનિવારે સોદા માટે સવારે ૯થી ૫ દરમિયાન  કુલ્લા રાખવામાં આવનાર છે. એવા નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ફેબુ્રઆરીના ભાવ સાંજે  રૂ.૪૬ માઈનસમાં  રહ્યા હતા. મલેશિયા તતા ઈન્ડોનેશિયામાં  પામતેલનું ઉત્પાદન  ઘટતાં વિશ્વ બજારમાં ભાવ આગળ ઉપર ઉંચા જવાની શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા. 

ખાદ્યતેલોમાં બજેટ પૂર્વે ટેરીફ વેલ્યુમાં ઘટાડો કરશે એવી શક્યતા was originally published on News4gujarati