મેષ


ચંદ્ર રાશિ અનુસાર

પોઝિટિવઃ– તમારા પર વિશ્વાસ રાખીને આગળ વધવાના પ્રયત્ન કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા કાર્યોને નિયત સમયે કરો.

નેગેટિવઃ– પરિવાર સાથે મુશ્કેલીનો સમય આવી શકે છે. પરિવારના કેટલાક લોકોનો વ્યવહાર દુઃખી કરી શકે છે. પરિવાર સાથે સંતુલન જાળવી રાખવું.

લવઃ– પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ નથી.અહંકાર ન રાખવો। તેનાથી સંબંધ બગડી શકે છે.
વ્યવસાયઃ– આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયલક્ષી લાભ થશે. આર્થિક લાભ થવાના અવસર મળશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે.

મેષ was originally published on News4gujarati

નર્મદા ડેમની ફાઇલ સોનિયા ગાંધીએ કેમ દબાવી રાખી હતી..?


નરેન્દ્ર મોદીએ જ અમદાવાદને ગ્લોબલ સિટી બનાવ્યું

ભાઇ,સરકારને ઘણા ગાંઠતા નથી પણ, તે બધાયને લાઇનમાં લાવી દઇશું

વિધાનસભા સત્રના બીજે દિવસે શરૂઆતમાં જ નર્મદા ડેમ મામલે શાસક પક્ષ અને વિપક્ષે સામસામે બાંયો ખેંચી રાજકીય પ્રહારો કર્યાં હતાં.થયું એવું કે,પ્રશ્નોતરી કાળ વખતે ધારાસભ્ય બ્રિજેશ મેરઝાએ સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલ અંગે પ્રશ્ન પૂછતાં એવી રાજકીય ટિપ્પણી કરીકે, ભાજપ સરકાર સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઇના પાણી માટે ખો આર્પી રહ્યાં છે.

બસ, આટલું કહેતાં જ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલથી રહેવાયું નહીં. તેમણે કોંગ્રેસને એવી ભિડવી દીધી કે,જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા ડેમના દરવાજાની ફાઇલ સોનિયા ગાંધી-અહેમદ પટેલે દબાવી દીધી હતી.તેનો કોંગ્રેસ જવાબ આપે.નિતીન પટેલે આ મુદ્દે ગૃહમાં ખાસ ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો.

જોકે,સામે છેડે વિપક્ષના નેતા પરેશ ધાણાનીએ આ પડકાર ર્ઝીલી ચર્ચા કરવા તૈયારી દર્શાવી હતી તે વખતે ગૃહમાં માહોલ ગરમાયો હતો. તેમાં ય વળી નીતિન પટેલે ત્યાં સુધી કહી દીધુ કે, કોંગ્રેસના શાસનમાં તો ખેડૂતની જમીન કોઇ ગીરવે ય લેવા તૈયાર ન હતું. આજે ગુજરાતમાં ભાજપના રાજમાં કૃષિવિકાસ અને ઔદ્યોગિક વિકાસના કારણે જમીનના ભાવ આસમાને પહોેચ્યાં છે.  

ભાઇ,સરકારને ઘણાં ગાંઠતા નથી પણ ગાંઠતા કરે તેવું કરી દઇશું

ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાનમાં કોંગ્રેસી ધારાસભ્યએ એવી હળવી ટિખળ કરી કે, તમને કોઇ ગાંઠતું નથી. આ સાંભળીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આડકતરો સંદેશો આપતાં કહી દીધું કે, ભાઇ,સરકારને ઘણાં ગાંઠતા નથી પણ તે બધાય ગાંઠતા કરે તેવુ કરી દઇશું.બધાને લાઇનમાં લાવી દઇશું. ટૂંકમાં નિતિન પટેલે અધિકારીઓને સંદેશો આપી કકળાટ કરતાં ભાજપના ધારાસભ્યોને આડકતરી રીતે રાજી કરવા પ્રયાસ કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ જ અમદાવાદને ગ્લોબલ સિટી બનાવ્યું છે

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજક કોણ છે તે અંગે હજુય વિવાદ શમ્યો નથી.આ વિવાદને કારણે જ રાતોરાત ટ્રમ્પ અભિવાદન સમિતી રચવી હતી. જોકે, ગૃહમાં નમસ્તે ટ્રમ્પનો મુદ્દે ય ટિપ્પણી થઇ હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આગવી છટામાં કહ્યું કે,ઇઝરાયેલ,જાપાન,ચીન સહિત ઘણાં દેશોના વડાપ્રધાન,રાષ્ટ્રપતિ અમદાવાદ આવી ચૂક્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા સીધા અમદાવાદ આવી પહોચ્યાં હતાં. અત્યાર સુધી વિદેશના મહાનુભાવો દિલ્હી જ આવતાં હતાં. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે આ બધાય મહાનુભાવો હવે અમદાવાદ આવી રહ્યા છે. આમ,વડાપ્રધાને અમદાવાદને જાણે ગ્લોબલ સિટી બનાવી દીધું છે.

અધ્યક્ષે ટપાર્યાં, હર્ષદ ભાઇ, બંદૂક લઇને તો નથી આવ્યાં ને…

અમરેલી,જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાકેટલાંક વિસ્તારોમાં દિપડાઓને લીધે લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે કેમકે,દિપડો લોકો પર હુમલો કરે છે. આ કારણોસર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ બંદૂક લઇને દેખાવો કર્યા હતાં. આ વાતને યાદ રાખી જયારે ગૃહમાં દિપડાની સંખ્યાને લઇને ચર્ચા થઇ રહી હતી તે વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હર્ષદ રિબડીયા સામે જોઇને કહ્યુંકે, બંદૂક તો લઇને નથી આવ્યાં ને….

ગાંધીનગરમાં દિપડા માટે ય પોલીસ પેટ્રોલિંગ ને ગામડાના લોકો રામભરોસે

દિપડાની સંખ્યા મુદ્દે ગૃહમાં હળવી ચર્ચા થઇ ત્યારે હશીખુશી કી શામ જેવુ દ્રશ્ય સર્જાયુુ હતું કેમકે, ધારાસભ્ય ભગા બારડે એવી ટકોર કરી કે, ગીરના જંગલમાં દિપડાઓ લોકો પર હુમલો કરી રહ્યાં છે ત્યારે લોકોમાં ડર ફેલાયો છે જયારે ગાંધીનગરમાં તો માત્ર એકાદ વાર દિપડો આવ્યો હતો તેમાં તો સચિવાલય એસઆરપીની જવાનો પેટ્રોલિંગ કરે છે એવું કેવું… તે જ વખતે ધારાસભ્ય વિક્રમ માડમે પણ એવો ભય વ્યક્ત કર્યો હતોકે, મારી વાડીએ દર પંદરેક દિવસે દિપડો આવે છે.કયાં જતો રહે છે તે ખબર પડતી નથી.આટલું સાંભળતા જ અધ્યક્ષે હળવેકથી કહ્યું, દિપડો હોશિયાર લાગે છે. 

નિતિન પટેલે જ સ્વિકાર્યું કે, ભરતી તો કરવી છે પણ ડૉક્ટરો મળતાં નથી

પ્રશ્નોતરી કાળ દરમિયાન રોગચાળોનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતાએ.એટલું જ નહીં,હોસ્પિટલોમાં ડૉકટરોની ઘટ પ્રવર્તે છે તે મુદ્દે સવાલો પૂછાતાં  આરોગ્ય મંત્રી નીતિન પટેલે ખુદ એ વાતનો સ્વિકાર કર્યો હતોકે,ડૉક્ટરોની ભરતી તો કરવી છે પણ ડૉક્ટરો જ મળતા નથી. ઉલ્લેખનીય છેકે, ડૉક્ટરોને હવે સરકારી નહીં, કોર્પોરેટ હોસ્પિટલોમાં ઊંચા પગાર સાથે નોકરી કરવામાં જ રસ છે.

નર્મદા ડેમની ફાઇલ સોનિયા ગાંધીએ કેમ દબાવી રાખી હતી..? was originally published on News4gujarati

હાર્દિક પટેલ માટે સુપ્રીમથી આવી ખુશખબર, 6 માર્ચ સુધી ધરપકડ પર રોક


કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલને વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. 

પોલીસે ધરપકડ વોરંટ કાઢતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આ માટે સુપ્રીમના દરવાજા ખટખટાવતાં કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે પોતાની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.

જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું. આ કેસમાં હાર્દિક માટે જેલમાં જવાનો વારો આવતાં તે ગુમ થઈ ગયો હતો. જે સમયે તેની પત્નીએ પણ ટ્વીટરમાં ટ્વીટ કર્યા હતા.

હાર્દિક પટેલ માટે સુપ્રીમથી આવી ખુશખબર, 6 માર્ચ સુધી ધરપકડ પર રોક was originally published on News4gujarati

પાકિસ્તાનને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનું ભારે પડ્યું, ભારતે વીણી વીણીને બરાબરનું ખંખેર્યુ


ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિઆર પરિષદના 43માં ઉચ્ચસ્તરીય સમ્મેલનમાં પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરતા ભારતે તેને સણસણતો જવાબ આપતા પાકિસ્તાનને ‘આતંકવાદનું ખતરનાક પારણું’ ગણાવ્યું હતું.

ભારતે એમ પણ કહ્યું હતું કે, બીજાને ઉપદેશ આપતા પહેલા પાકિસ્તાને પોતે યાદ રાખવું જોઈએ કે આતંકવાદ માનવાધિકાર હનનનું સૌથી વરવુ સ્વરૂપ છે.

ભારતના સ્થાયી કમિશનમાં પ્રથમ સચિવ વિમર્શ આર્યને પાકિસ્તાનની ચિંતા પર ‘રાઈટ ટુ રિપ્લાઈ’નો ઉપયોગ કરતા કહ્યું હતું કે, ગત 7 મહિનામાં ભારતે જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક અને વિધાયિકાને લઈને તમામ સુધાર લાગુ કર્યા છે.

વિમર્શે કહ્યું હતું કે, આ સુધારાનો હેતુ છે તમામ ભારતીય નાગરિકોના માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને પાકિસ્તાની ભારતીય સમાજના તાણાવાણાને નુંકશાન પહોંચાડવાની કુખ્યાત યોજનાને રોકી શકાય.

આર્યને વધુમાં ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે તમામ મંચો પર પાકિસ્તાનની સનક ભરી પ્રતિક્રિયા જોઈ છે જે માત્ર રાઈનો પહાદ બનાવવાના હેતુથી કરવામાં આવતી રહી છે. પરંતુ લાગે છે કે, લોકતાંત્રિક પરંપરાઓ અને ધાર્મિક સહિષ્ણુતા પાકિસ્તાન માટે છે જ નહીં.

ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદનો સૌથી મોટુ  ઘાતક પારણું ગણાવતા કહ્યું હતું કે, સીમાપાર આતંકવાદના સૌથી મોટા પીડિત હોવાના નાતે અમે પરિષદને એ સૂચિત કરવા માંગીએ છીએ કે, પાકિસ્તાન એક એવો દેશ છે જેના પૂર્વ રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી સાર્વજનિક સ્તરે રાજ્ય મશીનરી અને યૂએન દ્વારા આતંકી સંગઠનો સાથે હોવાની વાત કરી ચુક્યા છે.

UNHRCમાં જવાબ આપતા આર્યને કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં અલ્પસંખ્ય્ક સમુદાયનો આકાર આઝાદી બાદ સંકોચાયો છે. અહીં ઈસાઈ, સિખ, અહમદિયા, હિંદુ, શિયા, પશ્તૂન, સિંધી અને બલોચને ઈશનિંદા કાયદો, સુનિયોજીત રીતે તેમનું ઉત્પીડન અને બળજબરીપૂર્વક ધર્માંતરણ દ્વારા હેરાન કરવામાં આવે છે.

પાકિસ્તાનને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનું ભારે પડ્યું, ભારતે વીણી વીણીને બરાબરનું ખંખેર્યુ was originally published on News4gujarati

ગુજરાતમાં બેરોજગારી, કુલ 4.58 લાખ બેરોજગારોમાંથી બે વર્ષમાં માત્ર 2,223ને જ સરકારી નોકરી મળી


  • 4 લાખ 34 હજાર 663 શિક્ષિત અને 23,433 અર્ધશિક્ષિત બેરોજગારો
  • રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નહીં

હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી નોકરી મળી છે. તેની સામે 7 લાખ 32 હજાર 139 બેરોજગારોને ખાનગી નોકરી મળી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ખાનગી અને સરકારી મળીને 7 લાખ 34 હજાર 362ને નોકરી મળી છે. જેમાં 0.30 ટકા બેરોજગારોને સરકારી અને 99.69 ટકાને ખાનગી નોકરી મળી છે.

તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. આ અંગે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો કે, આ આંકડાઓ વર્ષે એક લાખને સરકારી નોકરી આપવાના સરકારના દાવાની પોલ ખોલે છે.

સૌથી વધુ બેરોજગારો ધરાવતા 5 જિલ્લા
રાજ્યમાં હાલ 4 લાખ 34 હજાર 663 શિક્ષિત બેરોજગારો જ્યારે 23 હજાર 433 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે અમદાવાદ 38,611 શિક્ષિત અને 4364 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે પ્રથમ નંબર પર, 26,563 શિક્ષિત બેરોજગારો અને 952 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે વડોદરા બીજા નંબર પર, 22,445 શિક્ષિત અને 620 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે આણંદ ત્રીજા નંબર પર, 21,544 શિક્ષિત અને 603 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે મહેસાણા ચોથા નંબર પર અને 21055 શિક્ષિત બેરોજગારો અને 1572 અર્ધશિક્ષિત બેરોજગારો સાથે રાજકોટ પાંચમાં નંબર પર છે.

ગુજરાતમાં બેરોજગારી, કુલ 4.58 લાખ બેરોજગારોમાંથી બે વર્ષમાં માત્ર 2,223ને જ સરકારી નોકરી મળી was originally published on News4gujarati

વૈશ્વિક બજારોમાં મંદી બાદ સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટ્યો, ગણતરીની મિનિટોમાં રોકાણકારોની 5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ


  • મેટલ, ઓટો, આઈટી, ઓઈલ-ગેસ સેક્ટરના શેરોના ભાવોમાં ભારે ઘટાડો
  • બેન્ચમાર્ક સેન્સેક્સની તમામ સ્ક્રીપના ભાવમાં ઘટાડો,
  • ગઈરાત્રે અમેરિકાનો ડાઉ જોન્સ 1190 પોઇન્ટ ગગડયો હતો
  • ક્રુડ ઓઈલના ભાવોએ પણ 50 ડોલરની સપાટી ગુમાવી

ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બનવા જઈ રહ્યો હોઈ ગઈકાલ રાત્રે અમેરિકાના શેરબજારોમાં બોલાયેલા મોટા કડાકા બાદ આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1300 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ 382 પોઇન્ટ એટલે કે આશરે 2.76 ટકાના તીવ્ર કડાકા સાથે 11,312 બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે 39,000ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ 11,400ની મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે.બીએસઈ સેન્સેક્સ 1300 પોઇન્ટ ઘટી 38,445 જ્યારે નિફ્ટી 382.15 અથવા 3.28 ટકા તૂટી 11,251 રહી છે.

સેન્સેક્સ પેકની તમામ 30 સ્ક્રીપના ભાવોમાં ઘટાડો જોવા મળી રહી છે. આ સ્ક્રીપમાં એક ટકાથી લઈ 8.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ સૌથી વધારે 550 એટલે કે 6.21 ટકા, ઓટો ઈન્ડેક્સ 587.09 પોઇન્ટ એટલે કે 3.63 ટકા, આઈટી ઈન્ડેક્સ 547.98 પોઇન્ટ અથવા 3.45 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 434.84 પોઇન્ટ અથવા 3.34 ટકા ગગડ્યા છે. ભારતીય શેરબજારમાં આજે જે આશરે 1100 પોઇન્ટનો કડાકો આવ્યો છે તેને લીધે રોકાણકારોની કુલ સંપત્તિમાં આશરે રૂપિયા પાંચ લાખ કરોડની ગણતરીની મિનિટોમાં જ ધોવાણ થયું છે. બીએસઈ ખાતે કુલ 1,897 સ્ક્રીપમાં કામકાજ થઈ રહ્યું છે,જે પૈકી 1,633 સ્ક્રીપના ભાવોમાં મંદી જોવા મળે છે, 197 સ્ક્રીપમાં સામાન્ય સુધારો જ્યારે 67 સ્ક્રીપના ભાવ યથાવત છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 536.94 પોઇન્ટ અથવા 3.56 ટકા અને 500.82 પોઇન્ટ એટલે કે 3.52 ટકાનો ઘટાડો થયો છે. ફોરેન પોર્ટફોર્લિયો ઈન્વેસ્ટર્સ (FPI) અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ચોતરફથી તમામ સેક્ટરોમાં મોટા પ્રમાણે વેચવાલી કરી રહ્યા છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ

ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ 1,190.95 પોઇન્ટ એટલે કે 4.42 ટકાના ઘટાડા સાથે 25,766.64,S&P 500 137.63 પોઇન્ટ 4.42 ટકા 2,978.76, બ્રાઝીલ બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ 10,697.88 પોઇન્ટ એટલે 9.41 ટકા તૂટી 102,983.54 રહ્યા હતા. એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી 868.11 પોઇન્ટ અથવા 3.96 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 670.34 પોઇન્ટ અથવા 2.50 ટકા, ચીનનો શાંઘાઈ એસઈ કોમ્પોઝીટ 100.76 પોઇન્ટ અથવા 3.37 ટકા ગગડ્યા છે. જ્યારે યુરોપમાં ઈગ્લેન્ડો એફટીએસઈ-100 આશરે 246.07 પોઇન્ટ અથવા 3.49 ટકા, ફ્રાંસનો સીએસી-40 આશરે 188 પોઇન્ટ અથવા 3.32 ટકા, જર્મનીનો ડીએએક્સ આશરે 407 પોઇન્ટ અથવા 3.17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

આ સપ્તાહમાં શેરબજાર આશરે 2500 પોઇન્ટ ગગડ્યું

ભારતીય શેરબજારમાં આ સપ્તાહના પાંચેય દિવસ સતત મંદીમય વલણ રહ્યું છે. ગત 24મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં આશરે 2500 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.

ક્રુડ ઓઈલે પણ 50 ડોલરની સપાટી ગુમાવી

કોરોના વાઈરસની શેરબજાર ઉપરાંત ક્રુડ ઓઈલના ભાવો પર પણ અસર જોવા મળી રહી છે. ગઈકાલ રાત્રે WTI ક્રુડ ઓઈલના પ્રતિ બેરલ ભાવ 1.64 ડોલર એટલે કે 3.48 ટકા ગગડી 47.09 ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ 1.25 ડોલર અથવા 2.40 ટકા ઘટી 52.18 રહ્યા છે.કોરોના વાઈરસના વ્યાપને લીધે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવાની સંભવાના વચ્ચે ક્રુડની માંગ પણ ઘટવાની શક્યતા પાછળ ક્રુડના ભાવોમાં આ ઘટાડો થયો છે.

વૈશ્વિક બજારોમાં મંદી બાદ સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટ્યો, ગણતરીની મિનિટોમાં રોકાણકારોની 5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ was originally published on News4gujarati

સ્માર્ટફોન વગર રાહ જોવાનું આવતા યુવાનો વધારે આક્રમક બને છે : અભ્યાસ


સંશોધકોને એવું માલૂમ પડયું છે કે યુવાનોને જ્યારે સ્માર્ટફોન વગર કોઈની પ્રતીક્ષા કરવાનો વારો આવે છે ત્યારે તેઓ આક્રમક અને ખળભળિત બની જતા હોય છે. યુવાનો સ્માર્ટફોન વગર રહી શકતા નથી તેવું સ્ટડીમાં પુરવાર થયું છે. વિવિધ પ્રકારની વિચારસરણી લોકોના પ્રતીક્ષા અનુભવને કેવી રીતે બદલી નાખે છે તેની શોધ વૈજ્ઞાનિકો ચલાવી રહ્યા છે. જોકે સંશોધન દરમિયાન તેમણે નોંધ્યું કે યુવાનોને રાહ જોવી પસંદ હોતી નથી. ટીમને એવું પણ માલૂમ પડયું કે કંઈક નક્કર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધારે ઝડપથી સમય પસાર થઈ જાય છે. યુવાનો જ્યારે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે ત્યારે નકારાત્મક વિચારો કે લાગણીઓ આવતી નથી પરિણામે યુવાનોને તેમનો સમય ક્યાં પસાર થઈ જાય છે તેની બિલકુલ ખબર જ પડતી નથી.

બે ગેમોમાં ટીનેજરોની વર્તણૂકનો અભ્યાસ

તાજેતરના અભ્યાસમાં સંશોધકોએ સૌથી વધુ રમાતી બે ગેમોમાં ટીનેજરોની વર્તણૂકનો અભ્યાસ કર્યો હતો, જેમાં તેમણે હિંસક ગેમ અથવા હિંસા વગરની ગેમ. સંશોધકોએ આ ગેમો રમતા સહભાગીઓના મગજના તરંગો (બ્રેઇનવેવ્ઝ)ને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રોન એન્સિફેલોગ્રાફી (EES)નો ઉપયોગ કર્યો હતો. એ જ વખતે તેમણે ટોપ-સિગ્નલ ટાસ્ક દ્વારા પુરુષ અને મહિલાઓના ચહેરાના હાવભાવ-ખુશ છે કે દુઃખી છેના નોંધ્યા હતા. અભ્યાસે શોધી કાઢયું હતું કે ગેમિંગને કારણે અસંવેદના અને ભાવનાત્મક નબળાઈ આવી જાય છે. ૩૦ સેકન્ડ, પાંચ મિનિટ કે ૧૦ મિનિટની રાહ જોવડાવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ કેવી હોય છે તે અંગે પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ટીમને એવું માલૂમ પડયું કે જે લોકોને પ્રતીક્ષા વિશે સામાન્ય રીતે વિચારવાનું કહેવામાં આવ્યું હતું તેવા લોકોને આ વિલંબ વધારે લાગ્યો હતો અને તેવા લોકોએ તેમના અનુભવને વધારે આક્રમક શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.

સામાન્ય વિચારસરણી અને સકારાત્મક પરિણામો વચ્ચે સીધો સંબંધ

ઇઝરાયેલમાં નેગેવ યુનિ.ના મેનેજમેન્ટ એક્સ્પર્ટ ડોરિટ અને તેમના સાથીઓ એવો અભ્યાસ કરી રહ્યા છે કે નક્કર અને મૂર્ત વસ્તુ કઈ રીતે લોકોની વિચારસરણી પર અસર કરે છે. સામાન્ય વિચારસરણી અને સકારાત્મક પરિણામો વચ્ચે સીધો સંબંધ છે, જેમાં સર્જનાત્મકમાં વધારો, વ્યાપક દૃષ્ટિ અને વધારે શક્તિશાળી બનવાની ભાવના સમાયેલી હોય છે જોકે કેટલાક ચોક્કસ ઘટનાક્રમમાં તેની કેટલીક નિષ્ફળતાઓ પણ રહેલી હોય છે. ઉદાહરણ તરીકે, મળવા માટે મોડા આવનાર વ્યક્તિની જો તમે પ્રતીક્ષા કરી રહ્યા હોવ તો તમે નક્કર વિચારસરણી ધરાવતા વ્યક્તિ છો તે સાબિત થાય છે. તમે એવું ધારો છે કે તે વ્યક્તિ કદાચ ટ્રાફિકમાં ફસાયેલો હોય અથવા તો બીજા કોઈ કામસર તેમને મોડું થયું હોય. જ્યારે કોઈ વ્યક્તિ મોડા પડે છે ત્યારે તમારી વિચારસરણી સામાન્ય પ્રકારની હોય છે. વિશ્લેષણો સૂચવે છે કે હિંસક ગેમની અસરો નહીંવત્ છે અને જ્યારે જ્યારે ધ્યાન બાળકોની વર્તણૂક પર હોય ખાસ કરીને સામાજિક વર્તણૂકની હોય ત્યારે પણ એની અસરો નથી.

મોબાઇલ વિચારસરણીને કેવી રીતે અસર કરે છે

બીજા એક અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ ઓરેગનના કમ્યુનિકેશન એક્સ્પર્ટ દવે માર્કોવિત્ઝે અને તેમના સાથીઓએ એવો અભ્યાસ કર્યો કે મોબાઇલ ફોન તમારી વિચારસરણીને કેવી રીતે અસર કરી શકે છે. આ ટીમે ૧૨૫ લોકોની રિક્રુટ કર્યાં જેમાંના દરેકને એકાંત રૂમમાં છ મિનિટ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને ત્રણ-ત્રણ ગ્રૂપમાં વહેંચી દેવામાં આવ્યાં હતા. ત્રણમાંથી એક ગ્રૂપને મોબાઇલ ફોન પર મનોરંજન પ્રોગ્રામ જોવાનું કહેવામાં આવ્યું જ્યારે બીજા ગ્રૂપને મોબાઇલ વગર એકાંત રૂમમાં બેસવાનું જણાવવામાં આવ્યું. ત્યાર બાદ સંશોધકોએ દરેક ગ્રૂપના વ્યક્તિઓની સ્કીનના સ્તરની માપણી કરી હતી. ટીમને માલૂમ પડયું કે જે ટીમને મોબાઇલ ફોન વગર પ્રતીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ તકલીફ પડી હતી.

સ્માર્ટફોન વગર રાહ જોવાનું આવતા યુવાનો વધારે આક્રમક બને છે : અભ્યાસ was originally published on News4gujarati

Airtel ગ્રાહકો માટે મોટા સમાચાર! લોન્ચ કર્યા નવા જબરદસ્ત પ્લાન, મળશે આ ફાયદા


ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના ગ્રાહકો માટે ત્રણ નવી યોજનાઓ શરૂ કરી છે. બંને પ્રીપેઇડ અને પોસ્ટપેડ ગ્રાહકો આ યોજનાઓનો લાભ મેળવી શકે છે. આ યોજનાઓની સાથે સાથે કંપનીએ આંતરરાષ્ટ્રીય રોમિંગ માટે કેટલીક સુવિધાઓ પણ જાહેર કરી છે, જેનો ઉપયોગ વિદેશ યાત્રા અથવા મુસાફરી કરનારા વપરાશકર્તાઓને થશે. એરટેલ થેન્ક્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, બંને પોસ્ટપેડ અને પ્રિપેઇડ ગ્રાહકો તેમના આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકના વપરાશની માત્રાને વાસ્તવિક સમયના આધારે ટ્રેક કરી શકશે.

(1) રૂપિયા 799 – આ યોજના દ્વારા તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યાં છો તેના માટે તમને 100 મિનિટ અને 30 દિવસ માટે અમર્યાદિત ઇનકમિંગ એસએમએસ મળશે.

(2) રૂપિયા 1199 –  આ નવી યોજનામાં 1 જીબી ડેટાની સાથે ભારત અને તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા છો તેના માટે 100 મિનિટ ઉપલબ્ધ રહેશે. અનલિમિટેડ ઇનકમિંગ એસએમએસ પણ 30 દિવસ માટે ઉપલબ્ધ રહેશે.

(3) રૂપિયા 4999 – આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ ઇનકમિંગ કોલ્સ, ભારત અને અન્ય દેશોમાં 500 મિનિટ આઉટગોઇંગ કોલ્સ અને 10 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ એસએમએસ છે. આ યોજના હજી શરૂ કરવામાં આવી નથી અને આગામી દિવસોમાં તેનો પ્રારંભ કરવામાં આવશે.

જાણો તેના ફાયદા વિશે

(1) જો ગ્રાહકો આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકમાં મળતા ફાયદાઓને દૂર કરે છે, તો ડેટા સેવા બંધ કરવામાં આવશે, જેથી વધારે વપરાશ માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં ન આવે. ગ્રાહકો એરટેલ થેન્ક્સ એપ્લિકેશનની મુલાકાત લઈને બીજો પેક લઈ શકે છે અથવા ટોપ અપ લઈ શકે છે.

(2) એરટેલના પોસ્ટપેઇડ ગ્રાહકો હવે તેમની આંતરરાષ્ટ્રીય રોમિંગ સેવાને ઈનેબલ અને ડિસેબલ કરવામાં સક્ષમ હશે. આ માટે તેઓએ એરટેલ થેન્ક્સ એપ્લિકેશન પર જવું પડશે અને ફક્ત એક જ ક્લિક કરવાનું રહેશે.

(3) એરટેલ પ્રિપેઇડ ગ્રાહકો હવે મુસાફરીની તારીખના 30 દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય રોમિંગ એપ્લિકેશન ખરીદી શકે છે. આમાં, પેકની માન્યતા તેમના આંતરરાષ્ટ્રીય મોબાઇલ નેટવર્કથી કનેક્ટ થયા પછી જ શરૂ થશે.

(4) આ સિવાય એરટેલે ગ્રાહકો માટે નવા ગ્લોબલ પેક રજૂ કર્યા છે. આ પેક એવા દેશોને આવરી લેશે જ્યાં લોકો સૌથી વધુ મુસાફરી કરે છે. આની મદદથી લોકો એક પેક પર આખી દુનિયાની મુસાફરી કરી શકશે.

Airtel ગ્રાહકો માટે મોટા સમાચાર! લોન્ચ કર્યા નવા જબરદસ્ત પ્લાન, મળશે આ ફાયદા was originally published on News4gujarati

ચેતવણી! બધા કામ છોડીને હાલ જ અપડેટ કરો ગૂગલ ક્રોમ, મંડરાઈ રહ્યો છે મોટો ખતરો


જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો તે તમારા માટે ચિંતાનો વિષય છે. ગૂગલ ક્રોમમાં એવી મોટી ખામી છે, જે તમારા પીસી અથવા મેકને ખતરો છે. આ ખામીને ટાળવા માટે ગૂગલે ક્રોમનું અદ્યતન અપડેટ વર્ઝન (ક્રોમ લેટેસ્ટ વર્ઝન) રજૂ કર્યું છે. ગૂગલ ક્રોમનું નવું સ્ટેબલ વર્ઝન 80.0.3987.122 છે, જે વિન્ડોઝ, મેક ઓએસ અને લિનક્સ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાયું છે.

તેથી જો તમે પણ Chrome નો ઉપયોગ કરો છો, તો જલ્દીથી નવા અપડેટને ઇન્સ્ટોલ કરો. આ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી ગૂગલે આ ખામીને શોધી કાઢી છે અને તેના માટે કોઈ નિરાકરણ શોધી કાઢ્યું છે ત્યાં સુધી હેકરોએ તેનો ઘણી રીતે લાભ લીધો છે.

ગૂગલે આ ક્ષતિની પુષ્ટિ કરી અને બ્લોગ પોસ્ટમાં લખ્યું કે ક્રોમ 80 માં ઉચ્ચ સ્તરની ભૂલો મળી આવી છે. એક સમસ્યા છે જેમાં જાવાસ્ક્રિપ્ટને હેક કરી શકાય છે અને હેકર્સ પીસીમાં અનિયંત્રિત કોડ પણ ચલાવી શકે છે.

તમારા પીસી, લિનક્સ અથવા મેકોને કેવી રીતે અપડેટ કરવું ??

ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માટે પહેલા ક્રોમ વેબ બ્રાઉઝર પર જાઓ.

આ પછી About Chrome પર જાઓ અને અપડેટને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવી પડશે.

મોટાભાગના વપરાશકર્તાઓ ક્રોમનો ઉપયોગ વેબ એક્સેસ માટે કરે છે અને આવા ભૂલ કરોડો લોકોના ડેટાને જોખમી છે.

ચેતવણી! બધા કામ છોડીને હાલ જ અપડેટ કરો ગૂગલ ક્રોમ, મંડરાઈ રહ્યો છે મોટો ખતરો was originally published on News4gujarati

ઘરે બેઠા જ જોઈ શકશો ચાર ધામની આરતી, જિઓ જલ્દી જ શરૂ કરશે આ સેવા


દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ટૂંક સમયમાં ઘરે બેઠાં ચાર ધામનાં દર્શન કરાવશે. રિલાયન્સ જિયો ટૂંક સમયમાં ઉત્તરાખંડ સ્થિત ચારધામ સહિતના ઘણા મોટા મંદિરોમાં યોજાનારી ‘આરતી’ નું લાઇવસ્ટ્રીમિંગ કરશે. આનો ખાસ કરીને તે ભક્તોને લાભ થશે જેઓ કોઈ કારણોસર આ મંદિરોની મુલાકાત લઈ શકતા નથી. આ માટે જિઓ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર તૈયાર કરશે અને તેને ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવશે. આ સાથે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના ધાર્મિક સ્થળો જોવા મળશે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડની મુલાકાત લે છે, પરંતુ અન્ય લાખો લોકો પણ છે, જેઓ સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં, અહીં કોઈ કારણોસર આવવા માટે સમર્થ નથી. રાજ્ય સરકાર આવા ભક્તો માટે જિઓની મદદથી ઓનલાઇન વ્યવસ્થા કરવા જઈ રહી છે.

2018 માં ઉત્તરાખંડ ઈન્વેસ્ટર્સ સમિટ પહેલા મુંબઈમાં યોજાયેલા રોડ શો દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથેની મુલાકાત દરમિયાન ડિજિટલ ઉત્તરાખંડ માટે નેટ કનેક્ટિવિટીમાં સહકાર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રિલાયન્સ જિઓએ ફાઇબર કનેક્ટિવિટી પર કામ કર્યું હતું જ્યાં લગભગ 89 ટકા કામ કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી રાવતે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “વિશ્વભરના લોકો ઉત્તરાખંડની આધ્યાત્મિકતાથી ચારધામ અને અન્ય મોટા મંદિરોના જીવંત દર્શનથી પરિચિત થઈ શકશે. શારીરિક સ્વાસ્થ્ય અથવા અન્ય કારણોસર આવવા ન શકતા ભક્તો ચારધામ દર્શનનો લાભ લઈ શકશે.

ઘરે બેઠા જ જોઈ શકશો ચાર ધામની આરતી, જિઓ જલ્દી જ શરૂ કરશે આ સેવા was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: