દેશમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જો કે,આ બજેટને લઈ રોકાણકારોમાં ખાસ કંઈ ઉત્સાહ જોવા મળતો નથી. બપોર એક વાગ્યા બાદ સેંસેક્સમાં 500 પોઈન્ટથી પણ વધારે અને નિફ્ટીએ 250 અંક સાથે ઘટાડા સાથે તળીયે પહોંચ્યો હતો. થોડા સમય બાદ સેંસેક્સમાં ઘટાડા સાથે 650 પોઈન્ટનો વધારો થયો હતો. ત્યાર બાદ ઘટાડા સાથે 700 સુધી પહોંચી ગયો હતો અને સેંસેક્સમાં 40 હજારના સ્તર પર આવી ગયો હતો.
નાણા મંત્રી દ્વારા આવક વેરાને લઇને મોટી રાહત કરી છે. જેમાં 5 લાખ સુધી કોઇ ઇન્કમ ટેક્સ લાગશે નહીં. જ્યારે 5થી 7.5 લાખની આવક પર માત્ર 10 % ટેક્સ, 7.5થી 10 લાખની આવક પર 15 % ટેક્સ, 10થી 12.50 લાખની આવક પર 20 % ટેક્સ, 12.5 લાખથી 15 લાખની આવક પર 25 % ટેક્સ, 15 લાખથી વધુની આવક પર 30 % ટેક્સ, નવી કોર્પોરેટ કંપનીઓ પર 15 % કોર્પોરેટ ટેક્સ
દેશના ખેડૂતો માટે બજેટમાં લ્હાણી
- ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
- પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને લાભ
- ૬.૧૧ કરોડ ખેડૂતોને મળ્યો વીમા યોજનાનો લાભ
- કુસુમ યોજનાથી ખેડૂતોને અપાશે સોલાર પંપ
- ૨૦ લાખ ખેડૂતોને અપાશે સોલાર પંપ
- પંપ સેટને સૌર ઉર્જા સાથે જાડવાનું કામ
- પાણી તંગી વાળા ૧૦૦ જિલ્લાની કરાઇ ઓળખ
- ખેડૂતોની પડતર જમીન પર સૌર ઉર્જા પ્લાન્ટની કરાશે સ્થાપના
- કેમિકલ ફર્ટિલાઇઝરના સિમિત ઉપયોગ પર અપાશે ભાર
- ધનલક્ષ્મી બની શકે છે ધાન્ય લક્ષ્મી
- ખરાબ થતી વસ્તુઓ માટે ચલાવાશે કિસાન રેલ
- ડીઝલ, કેરોસીનથી આગળના તબક્કામાં સૌર ઉર્જા
- પંચાયત લેવલે બનશે કોલ્ડ સ્ટોરેજ
- જૈવિક ખેતી માટે પોર્ટલની રચના
- એક પ્રોડક્ટ, એક જિલ્લા પર અપાશે ધ્યાન
- નાબાર્ડની પુનઃ નાણાકીય પોષણ સ્કીમનો કરાશે વિસ્તાર
- ખેડૂતો માટે ૧૫ લાખ કરોડનું ૠણ
- ખેડૂતો માટે વેયર હાઉસ બનાવશે સરકાર
- ૨૦૨૫ સુધી દૂધ ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક
- ૨૦૨૨-૨૩ સુધીમાં મત્સ્ય ઉત્પાદન ૨૦૦ લાખ ટન કરવાનો પ્રસ્તાવ
- મત્સ્ય પાલન માટે સાગર મિત્ર યોજનાની થશે શરૂઆત
- કૃષિ અને સંલગ્ન વિભાગો માટે ૩ લાખ કરોડની ફાળવણી
હેલ્થસેકટર માટે આ યોજનાઓ થઈ જાહેર
- ઇન્દ્રધનુષ યોજનાને કરાશે વિસ્તાર
- ઇન્દ્રધનુષ યોજના હેઠળ ૧૨ નવી બિમારીઓ ઉમેરાઇ
- પીએમ જનઆરોગ્ય યોજનાથી લોકોને મળશે લાભ
- ૨૦૨૫ સુધીમાં ટીબી રોગની નાબૂદીનો લક્ષ્યાંક
- આયુષ્માન યોજના હેઠળ બનાવાશે ૧૧૨ નવી હોસ્પિટલ
- પીપીપી મોડલથી ૧૧૨ જિલ્લામાં બનાવાશે નવી હોસ્પિટલ
- હેલ્થ સેGટર માટે ૬૯ હજાર કરોડની ફાળવણી
દેશના દરેક ઘર સુધી સરકાર પહોંચાડશે પાણી
- જળ જીવન મિશન અંતર્ગત ૩.૬ લાખ કરોડની ફાળવણી
- દરેક ઘર સુધી પાઇપથી પાણી પહાંચાડવાની યોજના
- ૧૦ લાખથી વધુ આબાદીવાળા શહેરોમાં સ્કીમ થશે લાગુ
- સ્વચ્છ ભારત માટે ૧૨,૩૦૦ કરોડની ફાળવણી
– ઉચ્ચ શિક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે
– દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા માટે સુવિધાઓ આપવામાં આવશે
– ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવશે
– રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે
– ડૉક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેથી પ્રેક્ટિસ કરનારા ડૉક્ટરોને પ્રોફેશનલ વાતો વિશે શીખવાડી શકાય
– સ્વાસ્થ્ય યોજનાઓને 70 હજાર કરોડ ફૂટ ઈન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટુ એક્શન લઈ રહી છે. આયુષ્યમાન ભારત યોજનામાં હોસ્પિટલની સંખ્યાને વધારવામાં આવશે, જેથી T-2, T-3 શહેરોમાં મદદ પહોંચાડી શકાય.
– આ માટે પીપીપી મૉડલની મદદ લેવામાં આવશે. જેમાં બે ફેઝમાં હોસ્પિટલને જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા ઈન્દ્રધનુષ મિશનનો વિસ્તાર કરાશે.
– ખેડૂતો માટે મોટુ એલાન, બજેટમાં રજૂ કરાયુ 16 સૂત્રીય ફૉર્મ્યૂલા
– પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને ફાયદો થયો, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બેગણી કરવાનો છે
– ખેડૂતોના બજારને ખોલવાની જરૂર છે જેથી તેમની આવક વધારી શકાય
– અમારી સરકાર 16 સૂત્રીય ફૉર્મ્યૂલાનું એલાન કરે છે જેનાથી ખેડૂતોને ફાયદો પહોંચી શકે છે
– આ બજેટમાં ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યુ છે
– આશાનું ભારત, ઈકોનૉમિક ડેવલેપમેન્ટ અને કેરિંગ સમાજ
1. મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર લાગુ કરાવવુ
2. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને પાણીની તકલીફ ના પડે
3. પ્રધાનમંત્રી કુસૂમ સ્કીમથી ખેડૂતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે, 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે. આ સિવાય 15 લાખ ખેડૂતોને ગ્રિડ પંપને પણ સોલાર સાથે જોડવામાં આવશે
4. ફર્ટિલાઈઝરનું બેલેન્સ ઉપયોગ કરવુ જેથી ખેડૂતોને પાકમાં ફર્ટિલાઈઝરના ઉપયોગની જાણકારી વધારવામાં આવી શકે
5. દેશમાં હાજર વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાના અંડરમાં લેવુ અને નવી રીતે આને ડેવલપ કરવામાં આવશે. દેશમાં વધુ વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. આ માટે PPP મૉડલ અપનાવવામાં આવશે.
6. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાનું એલાન કર્યુ, જે અંતર્ગત બીજ સાથે જોડાયેલી યોજનાઓમાં મહિલાઓને મુખ્યરીતે જોડવામાં આવશે
7. કૃષિ ઉડાન યોજનાને શરૂ કરવામાં આવશે. ઈન્ટરનેશન, નેશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરવામાં આવશે
8. દૂધ, માંસ, માછલી સહિત ખરાબ થનારી યોજનાઓ માટે ટ્રેન પણ ચલાવવામાં આવશે
9. ખેડૂતો અનુસાર એક જિલ્લો, એક પ્રોડક્ટ પર ફોકસ કરવામાં આવશે
10. જૈવિક ખેતી દ્વારા ઑનલાઈન માર્કેટને વધારવામાં આવશે
11. ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારવામાં આવશે
12. દૂધના પ્રૉડક્શનને બેગણુ કરવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવશે
13. મનરેગાની અંદર ચારાગારને જોડવામાં આવશે
14. બ્લુ ઈકૉનોમી દ્વારા માછલી પાલનને પ્રોત્સાહન આપવામાં આવશે, ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે
15. ખેડૂતોને અપાતી મદદને દીન દયાળ યોજના હેઠળ વધારવામાં આવશે
– નિર્મલા સીતારમણે કાશ્મીરી શેર વાંચ્યો, હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જેસા, હમારા વતન ડલ ઝીલમે ખિલતે હુએ કમલ જેસા, નૌજવાનોના ગરમ ખૂન જેસા, મેરા વતન-તેરા વતન-હમારા વતન-દુનિયા કા સબસે પ્યારા વતન
– GST ઐતિહાસિક માળખાકીય સુધારો, GST હવે ધીરે ધીરે પરિપક્વ બની રહ્યો છે, GSTથી લોજીસ્ટીક સેક્ટરને ઘણો લાભ
– ઈન્સ્પેક્ટર રાજનો અમે અંત કર્યો છે, જરૂરિયાતની વસ્તુના ભાવ નીચે આવ્યા છે, GST દર ઘટાડાથી દરેકને 4% બચત થઈ છે
– 2014-19માં 7.4% ઉપરનો GDP ગ્રોથ પ્રાપ્ત કર્યો, 2014-19માં મોંઘવારી સરેરાશ 4.5% રહી
– 2014થી 2019ની વચ્ચે મોદી સરકારની નીતિઓના કારણે 284 બિલિયન ડૉલરની FDI આવી, જેણે વેપાર વધાર્યો
– ભારત આજે દુનિયામાં વધતી અર્થવ્યવસ્થાઓની અધ્યક્ષતા કરી રહ્યુ છે.
– અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની નીતિ પર આગળ વધી રહી છે.
– FMએ 15th Finance Commission અહેવાલ રજૂ કર્યુ, ઉંચા ગ્રોથ મારફતે જ રોજગારીની તકો શક્ય, દરેક વર્ગની મહત્વકાંક્ષા પૂરી કરવાનો પ્રયાસ
– ઈકોનોમીનો પાયો મજબૂત છે, સરકારનું માળખાકીય સુધારા પર ધ્યાન : નિર્મલા સીતારમણ
– નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા ટર્મનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યુ
– લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમતી મળી, 2019ના ચૂંટણી પરિણામ અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે.
– લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. બજેટ 2020-2021ની પ્રિન્ટેડ કોપીઓ સંસદ ભવન લાવવામાં આવી ચૂકી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે.
કેબિનેટ મીટિંગ માટે નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા છે. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી બજેટ રજૂ કરવા માટે મંજૂરી મેળવી લીધી છે. યૂનિયન કેબિનેટ સેક્રેટરી રાજીગ ગૌબા સંસદ ભવન પહોંચ્યા. બજેટમાં નિર્મલા સીતારમણે ગ્રામ્ય વિસ્તારોમાં ખર્ચ વૃદ્ધિ માટે કેટલીક જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત ઘર ખરીદી અને બજારના રોકાણકારો માટે પણ કેટલીક જાહેરાતો કરી શકે છે
મોદી સરકારે બજેટની 92 વર્ષની પરંપરા બદલી હતી
મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં તત્કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ 92 વર્ષની પરંપરા બદલી હતી. વર્ષ 2017 પહેલા રેલવે બજેટની જાહેરાત પણ નાણા મંત્રી સામાન્ય બજેટમાં જ કરવા લાગ્યા હતા.
આ પહેલા રેલવે પ્રધાન સામાન્ય બજેટના એક દિવસ પહેલા જ રેલવે બજેટની જાહેરાત કરતા હતા, પરંતુ સામાન્ય બજેટમાં રેલવે બજેટને ભેગુ કરવાની સાથે જ જેટલીએ બજેટ જાહેર કરવાની તારીખને પણ બદલી નાખી હતી. હવે બજેટ લગભગ 1 મહિના પહેલા જાહેર થઈ જાય છે અને આર્થિક સર્વે પણ 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગાય છે.
બજેટ નહીં, બહીખાતુ
હંમેશાથી બજેટની કોપીને સુટકેસમાં લઈ જવાની પરંપરા હતી, પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ પરંપરાને બદલી નાખી હતી. તેઓ જ્યારે બજેટ રજુ કરવા પહોંચ્યા ત્યારે તેમના હાથમાં અશોક ચિહ્ન વાળું એક લાલ રંગનું કાપડ હતું. જેમાં બજેટની કોપીને વીંટવામાં આવી હતી.
આ પ્રથમ વખત બન્યું જ્યારે સુટકેસની જગ્યાએ બજેટના દસ્તાવેજ એક લાલ રંગના કપડામાં સંસદ ભવનમાં લાવવામાં આવ્યા હોય. સાથે જ બજેટ નહી પરંતુ બહીખાતુ કહેવામાં આવી રહ્યું હતું. તેથી જ હવે કહી શકાય છે કે, આ વખતે મોદી સરકાર સંસદમાં બજેટ નહી, પરંતુ બહીખાતુ રજુ કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરતા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સુટકેશની પરંપરાને બદલી દીધી હતી. નાણા મંત્રી જ્યારે બજેટની કોપી લઈને નીકળ્યા ત્યારે તેમના હાથમાં સુટકેશની જગ્યાએ લાલ રંગના કાપડમાં બજેટની કોપી વીંટેલી જોવા મળી હતી.
દેશની જનતાને આ બજેટમાં મોદી 2.0 પાસેથી ઘણી આશાઓ છે, ત્યારે આ બજેટમાં સરકારને સૌથી મોટો પડકાર દેશના આર્થિક તંત્રને પાટા પર લાવવાનો છે.
નિર્મલા સીતારમણના બજેટથી મધ્યમ વર્ગને મોટી રાહત; શેર બજાર 1000 પોઇન્ટનો કડાકો was originally published on News4gujarati