નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે GSTને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં. 

તેમણે કહ્યું કે GSTને બનાવનાર આજે આપણી સાથે નથી, હું અરુણ જેટલીજીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. દેશના લોકોની સેવા માટે અમારી સરકારે દેશમાં એક ટેક્સ કાનૂન લાગુ કરવાનો નિર્ણય લીધો. જીએટસીનું કલેક્શન સતત વધી રહ્યું છે અને તાજેતરમાં જ તેણે 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. GST કાઉન્સિલ તરફથી લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે.

આ દેશની અપેક્ષાઓનું બજેટ છે
નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમત મળી, 2019ની ચૂંટણીનું પરિણામ અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ મુક્યો છે. આ બજેટ દેશની અપેક્ષાઓનું બજેટ છે.

મોદી સરકારના નેતૃત્વમાં દેશમાં FDI વધી
નાણા મંત્રીએ નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની નીતિ પર આગળ વધી રહી છે. ભારત આજે દુનિયાની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહી છે. 2014થી 2019 વચ્ચે મોદી સરકારની નીતિઓના કારણે 284 બિલિયન ડોલરની FDI આવી, જેના કારણે વેપાર વધ્યો.

બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિને મળ્યાં નિર્મલા સીતારમણ
લોકસભામાં બજેટ રજૂ કરતા પહેલા દરેક વખતની જેમ નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતા પહેલા નાણા મંત્રાલય પહોચ્યા હતા. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપવામાં આવી અને રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે રાજ્યકક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુરે પણ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. જેમાં ડેકોરમ મુજબર વહેલી સવારે રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી છે.

સતત બીજી વખત તેઓ ખાતાવહી સાથે બજેટ રજૂ કરી રહ્યા છે
નાણા પ્રધાન લાલ રંગના કપડામાં ખાતાવહી સાથે સંસદ ભવન જોવા મળ્યા હતા. સતત બીજી વખત તેઓ ખાતાવહી સાથે બજેટ રજૂ કરી રહ્યા છે. આ પહેલા બ્રિફકેસમાં બજેટ રજૂ કરવામાં આવતુ હતુ, જોકે હવે આ પરંપરામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બજેટ રજૂ કરતી વખતે સીતારમણને યાદ આવ્યાં જેટલી, ભાવુક થઇ કહીં આ વાત was originally published on News4gujarati