પ્રેમિકાની બીજા યુવક સાથે સગાઈ થઈ જતા નાસીપાસ થયેલા પાંડેસરામાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે બીજા બનાવમાં લાલ દરવાજામાં પ્રેમિકા સાથે ઝઘડો થયા બાદ ફોન નહીં રિસીવ કરતા યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં કામાસીલ ખાતે રહેતો 24 વર્ષીય બિમલસિંહ ઇન્દ્રજીતસિંહ રાજપુત ગઈ તારીખ 30 પાંડેસરામાં વડોદગામમા આવેલા આશીર્વાદ નગરમાં રહેતો તેનો ભાઈ અભિમન્યુના ઘરે આવ્યો હતો ત્યાં ગઈ કાલે સાંજે ઘરમાં લોખંડના પાઈપ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા બિમલસિંહની વતનમાં રહેતી યુવતી સાથે આંખ મળી ગઈ હતી. તેમના પ્રેમ પ્રકરણ અંગે થોડા દિવસ પહેલા યુવતીના પરિવારજનોને જાણ થઈ ગઈ હતી જેથી ગઈ તારીખ 28મીએ વતનમાં રહેતી પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ કરી દેવામાં આવી હતી. જેથી તેને લાગી આવતા આ પગલું ભર્યું હતું.
બીજા બનાવમાં મૂળ તમિલનાડુના તેલુંનમવેલીનો વતની અને હાલમાં લાલ દરવાજા ખાતે ઠાકોર ભવન એપાર્ટમેન્ટમાં રહેતી 34 વર્ષીય સલીમ મકસુદ ગઈકાલે બપોરે ઘરમાં ગળામાં લૂંગી વીંટાળી ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. નોંધનીય છે કે પરણિત સલીમ નાસ્તાની લારી પર કામ કરતો હતો.
તે દરમિયાન તેમની એક મહિલા સાથે આંખ મળી ગઈ હતી. 15 દિવસ પહેલા તેનો પ્રેમિકા સાથે ઝઘડો થયો હતો. જેથી સલીમ પ્રેમિકાને અવારનવાર ફોન કરતો હતો પણ તે રિસીવ કરતી ન હતી. આખરે સલીમે મોબાઈલમાં મેસેજ લખ્યો તું ફોન નહીં ઉપાડે તો હું મરી જઈશ. બાદમાં તેણે આ પગલું ભર્યું હોવાનું તેના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું.
સુરત: પ્રેમિકાની બીજા યુવક સાથે સગાઈ થતાં પ્રેમીએ ફાંસો ખાધો was originally published on News4gujarati