કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બીજુ સામાન્ય બજેટ સદનમાં રજૂ કર્યુ. મોદી સરકારના 2.0ના બીજા બજેટ પર વિપક્ષ જોરદાર પ્રહાર કરી રહ્યા છે.

અર્થવ્યવસ્થાના મોર્ચા પર પડકારોનો સામનો કરી રહેલી મોદી સરકાર પર વિપક્ષે નિશાન સાધ્યુ છે. જોકે મોદી સરકારના મંત્રીઓએ તો બજેટના વખાણ કર્યા છે. 

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ કે આ દેવાળિયા સરકારનું દેવાળિયુ બજેટ છે. બીજેપી અર્થવ્યવસ્થાને લઈને નાકામ છે. યુપીમાં બીજેપીની સરકાર છે પરંતુ ઈન્વેસ્ટમેન્ટ લાવવાના નામે કંઈ નહોતુ. રોજગારી કેવી રીતે આવશે, મોદી સરકાર બેરોજગારીના મુદ્દા કેવી રીતે દૂર કરશે. આ બજેટ આંકડાની જાળ હતુ. જેથી અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી શકાય.

Budget 2020: દેવાળિયા સરકારનું દેવાળિયા બજેટ – અખિલેશ યાદવ was originally published on News4gujarati