ભારતને ઇલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ હબ બનાવા માટે સરકારે નવી સ્કીમની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં એલાન કર્યુ છે કે ઇનવેસ્ટમેન્ટ ક્લિયરંસ સેલની રચના કરવામાં આવશે જેના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓની મદદ કરવામાં આવશે.
તેમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવવા માટે યોજના ચલાવવામાં આવશે. તેના માટેની યોજના અંતર્ગત લોકોને લોન આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાવાનો ટાર્ગેટ છે.
ખેડુતો પર ઓળઘોળ થઇ મોદી સરકાર, અન્નદાતા હવે બનશે ઉર્જાદાતા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે દાયકાનું પહેલું બજેટ સંસદમાં રજુ કરી રહ્યાં છે. સરકારની ઉલબ્ધી ગણાવતા નાણા મંત્રી કહ્યું કે મોદી સરકારે ખેડુતો માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે અને આ બજેટમાં પણ સરકારે ખેડુતો માટે 16 સુત્રીય એક્શન પ્લાન બનાવ્યો છે. અન્નદાતા હવે ઉર્જાદાતા બનાવાની જાહેરાત કરતા કહ્યું કે વિવિધ યોજનાઓ થકી 2022 સુધી ખેડુતોની આવક બમણી કરવાનું સરકારે લક્ષ્ય નિર્ધારીત કર્યું છે.
દરેક જિલ્લામાં હોસ્પિટલની સાથે બનશે મેડિકલ કોલેજ, મોદી સરકારે ખોલ્યો પટારો
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ 2020 રજૂ કરી રહ્યાં છે. ત્યારે શિક્ષણ માટે મોદી સરકારે પટારો ખોલ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આવરી લેવામાં આવશે. નવી શિક્ષણ નીતિની ઝડથી થશે જાહેરાત. શિક્ષણ ક્ષેત્રે મોદી સરકાર લાવશે એફડીઆઇ.
બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. અમારે નવા લેબ બનાવવા પડશે. શિક્ષણ ક્ષેત્રમાં મોટા રોકાણની જરૂરિયાત છે. શિક્ષણ માટે એફડીઆઇ લાવવામાં આવશે. સ્ટડી ઇન ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવશે.
Budget 2020: ભારત ઇલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગનું હબ બનશે, નવી સ્કીમની જાહેરાત કરી was originally published on News4gujarati