• સીતારમણનો દાવો- આવક વધારવા અને ખર્ચને પ્રોત્સાહન આપવાનો હેતુ
  • આવકવેરાના બે સ્લેબ, નવા વિકલ્પમાં NPS સિવાયની તમામ કર છૂટ ખતમ, ટેક્સ વધુ ચૂકવવો પડશે
  • નવો વિકલ્પ આવકવેરાના દાયરામાં આવવા છતાં કોઇ પ્રકારનું સેવિંગ્સ કરી શકતા નથી તેમના માટે સારો
  • આ બજેટ 30.42 લાખ કરોડ રૂ.નું. ગત વખતથી 2.56 લાખ કરોડ વધું.

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સનિવારે પોતાનું બીજું બજેટ રજુ કર્યું. સૌથી મોટી જાહેરત આવકવેરાની હતી. પરંતુ છૂટની આશા લગાવીને બેઠેલો આમ આદમી શક્તો નથી કે આનાથી ખુશ થવું કે નિરાશ. વાસ્તવમાં સરકારે પહેલી વખતે આવકવેરાની બે સિસ્ટમની જાહેરાત કરી છે. એક સિસ્ટમ હાલમાં જે છે તે, જેમાં બચત,રોકાણ અને હોમ લોન જેવા વિકલ્પો પર કરમાં છૂટ મળે છે. સીતારમણે ઓછા દરોવાળી અન્ય એક સિસ્ટમ પણ જાહેર કરી. જેમાં એનપીએસમાં 50000 રૂપિયાના રોકાણ સિવાય અન્ય કોઇ પણ છૂટ મળશે. કરદાતા તેમાંથી કો એક વિકલ્પ પસંદ કરી શકે છે. નિષ્ણાતો મુજબ નવી સિસ્ટમનો હેતુ લોકોને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેના કારણે માંદલા અર્થતંત્રને વેગ મળશે, પરંતુ બચતને અસર થશે. સીતારમણે કહ્યું કે બજેટનો હેતું કમાણી વધારવા અને ખર્ચ માટે પ્રોત્સાહતિ કરવાનો છે.

10% જીડીપી ગ્રોથનું લક્ષ્ય
સરકારે 10% જીડીપી ગ્રોથનું લક્ષ્ય રાખ્યું છે. કારણ કે, તેમને લાગે છે કે ડિસઈન્વેસ્ટમેન્ટ વધવાથી જીડીપી ગ્રોથ વધશે, પરંતુ આ નાણાકીય વર્ષમાં જીડીપી 5% રહી શકે છે.

હાલનો સ્લેબ

2.5 લાખ રૂ. સુધી શૂન્ય
2.5 લાખ રૂ. 5 ટકા
5થી10 લાખ રૂ. 20 ટકા
20 લાખ રૂ.થી વધુ 30 ટકા

(હાલનો સ્લેબ જ વિકલ્પ-1 છે.)

નવો વિકલ્પ

2.5 લાખ રૂ. સુધી શૂન્ય
2.5થી 5 લાખ રૂ. 5 ટકા
5થી 7.5 લાખ રૂ. 10 ટકા
7.5થી 10 લાખ રૂ. 15 ટકા
10થી 12.5 લાખ રૂ. 20 ટકા
12.5થી 15 લાખ રૂ. 25 ટકા
15 લાખથી વધુ 30 ટકા

(નવા વિકલ્પમાં 7 સ્લેબ છે)

નવા આવકવેરા માળખાથી કોને લાભ થશે?
જેમની આવક ટેક્સના દાયરામાં આવતી હતી, છતાં ટેક્સ બચાવવા માટે જરૂરી સેવિંગ્સ કરતા નહતા. એવા લોકોને નવા સ્લેબથી લાભ થશે. આવક 15 લાખ છે અને છૂટનો લાભ નથી લેતા તો નવા સ્લેબમાં તેમને 78000 રૂપિયા ઓછો ટેક્સ ભરવો પડશે.

આવી રીતે સમજો… આવકવેરાના હાલના અને નવા વિકલ્પમાં અંતર કેટલું છે?
હાલનો વિકલ્પ કોઇ ટેક્સ નથી
કરદાતા તમામ પ્રકારની છૂટ (સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર, પહેલી વખત ઘર ખરીદવા પર 1.5 લાખની વધારાની છૂટ સહિત હોમ લોન પર વ્યાજ 3.5 લાખ, એજ્યુ. લોન પર વ્યાજ 1.25 લાખ, મેડિક્લેમ 75000 અને એનપીએસ 50000 મળી કુલ 8 લાખ) લે તો તેની કરપાત્ર આવક પાંચ લાખ થશે, જે ટેક્સ ફ્રી છે. *અલગ અલગ આવકવર્ગ પર હાલના અને નવા વિકલ્પ હેઠળ કેટલો ટેક્સ થશે?

નવો વિકલ્પ – કુલ 1.30 લાખ ટેક્સ
નવા વિકલ્પમાં 13 લાખ રૂપિયા સુધી ઇનકમ પર કુલ 1.3 લાખ રૂપિયા ટેક્સ થશે. તેમાંથી માત્ર એનપીએસના 50000 રૂપિયાના રોકાણની જ છૂટ મળશે.
કરપાત્ર આવક 12.5 લાખ રૂપિયા
2.5 લાખ સુધી શૂન્ય
2.5-5 લાખ5 ટકા (12500)
5-7.5 લાખ10 ટકા (25000)
7.5-10 લાખ15 ટકા (37500)
10-12.5 લાખ20 ટકા (50000)
કુલ ટેક્સ : 1.25 લાખ+4 ટકા સરચાર્જ

આ પ્રશ્નોના જવાબ બજેટમાં મળ્યા જ નહીં

  • અત્યારે કરબચત હેઠળ રોકાણ થાય છે, એટલે સ્મોલ સેવિંગ સ્કીમ વગેરેનો લોક-ઈન પિરિયડ હોય છે. જો વ્યક્તિ પહેલાંથી આ સ્કીમના હપ્તા ભરી રહી છે. તે નવો વિકલ્પ કેમ પસંદ કરશે?
  • તેને નવી સ્કીમથી શું લાભ થશે?
  • મિડસેલેરીવાળા લોકો ટેક્સ બચાવવા માટે ઘર ખરીદે છે. જેથી હોમ લોન પર લાગતા વ્યાજથી આવક બચાવી શકે. હવે કોઇ ઘર કેમ ખરીદશે? રિયલ્ટી માર્કેટમાં મંદીમાં છે, તે બહાર કેમ આવશે?

મુખ્ય જાહેરાતો
કૃષિ: રૂ.2.83 લાખ કરોડ, ગત વખતથી 1.41 લાખ કરોડ વધુ
અસર: કૃષિ ઉડાન યોજના, કિસાન રેલ જેવી નવી યોજના લોન્ચ. 20 લાખ ખેડૂતોને સોલર પમ્પ લગાવવામાં મદદ. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે 12%નો વૃદ્ધિ દર જોઇએ, જે હાલ ફક્ત 2.8% છે.

શિક્ષણ: રૂ.99,300 કરોડ રાખ્યા, ગત વખતથી રૂ.4447 કરોડ વધુ
અસર: એફડીઆઈ લાવવાના પ્રયાસથી બહારની કંપનીઓ આવી શકે છે. નવી શિક્ષણ નીતિ લાગુ કરાશે. ટોપ 100 ઈન્સ્ટિટ્યૂશન્સ ઓનલાઇન ડિગ્રી આપી શકશે. 150 ઈન્સ્ટિટ્યૂટ એપ્રિન્ટિસ ટ્રેનિંગ શરૂ કરી શકશે.
સ્વાસ્થ્ય: રૂ.69,000 કરોડનો ડોઝ, ગત વખતથી રૂ.4442 કરોડ વધુ
અસર: આયુષ્યમાન ભારતનું બજેટ વધારાયું નથી પણ દરેક જિલ્લામાં હોસ્પિટલ ખૂલશે. ડોક્ટરોની અછતનો સામનો કરવા પીપીપી મોડલ પર મેડિકલ કોલેજથી જિલ્લા હોસ્પિટલ જોડાશે.

પરિવહન: રૂ. 1.7 લાખ કરોડ આપ્યા, પહેલાંથી 0.13 લાખ કરોડ વધુ
અસર: રોડ, રેલવે, શિપિંગ, પોર્ટ અને એવિએશનના બજેટમાં 8%નો વધારો. 2024થી પહેલાં 6000 કિમી લાંબા 12 હાઈવે બનશે. 100 એરપોર્ટ ડેવલપ થશે. દાવો છે કે તેનાથી રોજગાર અને પરિવહન સુવિધાઓ વધશે.

બેન્કિંગ: કોઈ નવી રકમ ન આપી પણ રિફોર્મના માટે પગલાં ભર્યા
અસર: એનપીએનો સામનો કરી રહેલ બેન્કિંગ સેક્ટરને અલગથી ફંડ ન આપ્યું. ગત બજેટમાં 70,000 કરોડ રૂપિયા આપ્યા હતા. સરકાર ઈચ્છે છે કે બેન્ક બેડ લોનની રિકવરી કરે અને નોન કોર એસેટ્સ વેચી પૈસા એકઠાં કરે.

બજેટમાં જેએન્ડકે અને લદ્દાખ પણ
જમ્મુ-કાશ્મીરમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે પહેલીવાર અલગથી 30,757 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે. લદ્દાખ માટે પણ 5958 કરોડ રૂપિયા રખાયા છે.

નવા ટેક્સ સ્લેબમાં બચતના બધા માર્ગ બંધ, જેટલું કમાઓ એ બધું જ ખર્ચ કરી નાંખો was originally published on News4gujarati