- આવકમાં થોડા વધારે કપાત અર્થવ્યવસ્થામાં માંગની ખામી દૂર થશેઃ સંજય બારુ
- ટેક્સમાં ફેરફારથી ચાલુ ખર્ચ માટે વધારે પૈસા બચાવી શકાય છેઃ આશુતોષ બિશ્નોઈ
નવી દિલ્હીઃ દશકાનું પહેલું બજેટ ઐતિહાસિક રહ્યું હતું. 2 કલાક 41 મિનિટ એટલે કે અત્યાર સુધીના સૌથી લાંબા ભાષણમાં નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબ ઘટાડ્યો, પરંતુ સામે ઘણી શરતો પણ મુકી હતી. કરદાતાઓને વિકલ્પ આપવામાં આવ્યો કે નવી અને જૂની વ્યવસ્થામાંથી પસંદ કરી શકે છે.
ગત વખતે વધારે પ્રેક્ટિકલ, હોમવર્ક કરવામાં આવ્યું- સજંય બારુ
અર્થવ્યવસ્થાઃ સંજય બારુએ કહ્યું- આ બજેટ છેલ્લા બજેટ કરતા વધારે પ્રેક્ટિકલ છે. વ્યક્તિગત આવકમાં થોડી વધારે કપાટ કરવાથી અર્થવ્યવસ્થામાં માંગમાં ઘટાડો દૂર થશે. ગત મહિનાથી ભારતીય અર્થવ્યવસ્થા આ સમસ્યા સાથે ઝઝૂમી રહી છે. ઓટો સેક્ટરમાં વેચાણમાં ગત વર્ષે ઘટાડો આવ્યો છે.
વિકાસઃ હાલ વેપાર વર્ષના ત્રિમાસીકમાં વિકાર દર ઘટીને 4.5% પર આવી ગઈ છે. સરકારે વિકાસ દરનો અનુમાન ઘટાડીને 5% કરી દીધો છે. નાણામંત્રી સંરચનાત્મક પદ્ધતિથી વિકાસમાં ગતિ લાવવા અંગે જોર આપ્યું છે.
ટેક્સ સ્લેબઃ બારુએ કહ્યું કે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી છે. તેમણે જૂના અને નવામાં કોઈ પણ સ્લેબને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. કરદાતા તેમના ફાયદાના હિસાબથી સ્લેબ પસંદ કરી શકે છે. નવા ટેક્સમાં ઘણી પ્રકારના ડિડક્શનના લાભ પણ નહીં મળે, જૂના સ્લેબમાં આ રાહત મળતી રહેશે.
ડિવિડન્ડ આપનારી કંપનીઓમાં રોકાણની યોજનાઓ ફાયદાકારક હશે- બિશ્નોઈ
ટેક્સ સ્લેબઃઆશુતોષ બિશ્નોઈએ કહ્યું કે, ‘બજેટની ખાસ વાત આવકવેરા કરદાતાઓ માટે ટેક્સ વિકલ્પ અને DDTને કંપનીમાંથી હટાવીને શેર હોલ્ડર પર ટ્રાન્સફર કરવાનું છે. ટેક્સમાં કરાયેલા ફેરફારથી ચાલુ ખર્ચાઓ માટે આવકવેરા કરદાતાઓ પાસે વધારે પૈસા બચી શકે છે. નીચલા આવકવેરા સ્લેબમાં આવતા લોકોને સૌથી વધારે ફાયદો થશે, કારણ કે તેમને હવે વિકલ્પ આપવામાં આવ્યો છે. જે કરદાતા નવી કર વ્યવસ્થાનો લાભ ઉઠાવશે, તેમને મારી સલાહ છે કે તેમના હાથમાં આવનારા વઘારે પૈસાનો ઉપયોગ શ્રેષ્ઠ ભવિષ્ય માટે લોન્ગ ટર્મનું રોકાણ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકે છે.’
DDT હટાવાથી ફાયદાઃ તેમણે જણાવ્યું કે, DDTને કંપનીમાંથી હટાવવાના પગલાનું સ્વાગત કરું છું. કારણ કે ડિવિન્ડ આપનારી કંપનીઓમાં રોકાણની યોજનાઓ હવે ફાયદાકારક રહેશે. જેનો ફાયદો રોકાણકારોને આપવામાં આવશે, કારણ કે ડિવિડન્ડ વધવાથી તેના રોકાણની કિંમત પણ વધશે. આ પ્રકારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા તમામ લોકો માટે આ ઘણું ફાયદાકારક હશે.
FPI- બિશ્નોઈએ કહ્યું-બજારના સ્તરે જોવામાં આવે તો વિદેશી સંસ્થાગત રોકાણ(FPI)દ્વારા કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં રોકાણ વધશે આનાથી મળેલી રકમનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે.
વિકલ્પની જગ્યાએ, હાલની વ્યવસ્થામાં છૂટની હદ વધારવું યોગ્ય હોતઃ અનેજા
ટેક્સ સ્લેબઃ અભિષેત અનેજાએ કહ્યું- હું આને ગૂગલી બજેટ કહીશ. બજેટ ભાષણ પ્રમાણે, ઈનકમ ટેક્સની નવી વ્યવસ્થામાં 80 સી હેઠળ મળનારી છૂટ મેળવવા માટે થતી ગરબડોને રોકશે. આનાથી એવા લોકોને ફાયદો થશે, જે આવકવેરાની કલમ 80C અને 80D હેઠળ રોકાણ કરતા નથી.
નિષ્ણાતે કહ્યું- નવી કર વ્યવસ્થાથી સૌથી વધારે ફાયદો નીચલા સ્લેબવાળાઓને, આવા લોકોએ લોન્ગ ટર્મ રોકાણ કરવું જોઈએ was originally published on News4gujarati