– BCI, BCG અને રાજ્ય સરકારને નોટિસ

– વકીલોને તાલીમ અને શિક્ષણ આપવા બાર કાઉન્સિલે દર મહિને કાર્યક્રમો યોજવા જોઇએ : રજૂઆત

વકીલોને શિસ્ત અને રીતભાતના પાઠ શીખવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા યોગ્ય પગલાંઓ લે તેવા આશયથી ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. સુઓમોટોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી 25મી ફેબુ્રઆરીના રોજ મુકરર કરી છે.

સુઓમોટો રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે 11-1-2019ના રોજ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ આપેલા એક ચુકાદમાં એવી નોંધ કરવામાં આવી હતી કે અરજદારના વકીલ કોર્ટની ગરિમા જાળવવામાં નિષ્ફળ નીવડયા છે તેમજ તેમની વર્તણૂક યોગ્ય નહોતી.

વકીલોને પ્રશિક્ષણ અંગે હાઇકોર્ટ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી યોગ્ય આદેશો આપે તે જરૂરી છે.  આ આદેશ બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે આ અંગે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે.

સુઓમોટોમાં મુદ્દાઓ ઉપસિૃથત કરવામાં આવ્યા છે કે કાયદાના વ્યવસાયને અન્ય કોઇ પરંપરાગત વ્યવસાય સાથે સરખાવી શકાય તેમ નથી. વકીલવ્નો વ્યવસાય ધંધાકીય પ્રકારનો નથી. સમાજમાં તેની ઘણી અસરો પડે છે અને આ વ્યવાયસની ફરજો જોતા એવું કહી શકાય કે આ એક ઉમદા વ્યવસાય છે.

વકીલોના બારની પણ સ્વતંત્ર અને મજબૂત ઓળખ હોય છે. સ્વતંત્ર બારથી જ ન્યાયતંત્રની ઓળખ મજબૂત બને છે. તેથી આ તબક્કે બારની જવાબદારી અને ફરજ બને છે કે તેઓ જજો અને ખંડપીઠનું સન્માન જળવાય તે સુનિશ્ચિત કરે. કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોની ફરજ છે કે તેઓ કોર્ટ, તેમના અસીલ તેમજ પ્રતિપક્ષને સન્માન આપે.

જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ વકીલોની ગેરવર્તણૂકનો મુદ્દો ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ રાખ્યો છે જેથી આ અંગે વધુ બાર કાઉન્સિલ તાલીમ અને શિક્ષણના નિયમિત કાર્યક્રમો યોજે તે જરૂરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ વકીલોની યોગ્ય તાલીમ પર ભાર મૂક્યો છે.

 

વકીલોને શિસ્ત અને વર્તણૂકના પાઠ શીખવવા હાઇકોર્ટનો સુઓમોટો નિર્ણય was originally published on News4gujarati