• શનિવારે ભારત આવેલી પહેલી ફ્લાઈટમાં 324 ભારતીયો હતા
  • કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી કુલ 300 લોકોના મોત થયા
  • ચીનમાં કુલ 12,000થી વધારે લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો

બેઈજિંગ/ નવી દિલ્હી: ચીન માટે અભિશાપ બનેલા કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત સરકાર અહીં ફસાયેલા તેમના નાગરિકોને પરત બોલાવી રહી છે. શનિવારે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ચીનથી 324 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી હતી. આ ઉપરાંત રવિવારે પણ એર ઈન્ડિયાનું વધુ એક વિમાન 323 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું છે. તેમાં 7 માલદિવના સિટીઝન્સ પણ છે.

ચીનમાં પણ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીન સરકાર તરફથી રવિવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત થયા છે. ચીનમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 300ને પાર થઈ ગઈ છે. જ્યારે દેશમાં કુલ 12,000 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે.

વુહાનથી વધુ 323 ભારતીયો આજે દિલ્હી પહોંચ્યા, કેરળમાં બીજો પોઝીટીવ કેસ નોંધાયો; ચીનમાં 24 કલાકમાં 45ના મોત was originally published on News4gujarati