અમદાવાદ, સોમવાર

આજની ભાગદોડની જીંદગીમાં લોકોની સહનશીલતા ઘટી જતા અંતે આપઘાતનો માર્ગ પસંદ કરવા લાગ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક મહિલા સહિત પાંચ જણાએ મોતને વ્હાલું કર્યું હતું. મોટાભાગે અગમ્ય કારણોસર તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

પ્રથમ બનાવની વિગત મુજબ સરસપુરમાં રહેતા મનુભાઈ વી.સોલંકીએ તેમના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કર્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં શાહીબાગમાં રહેતા ત્રુપ્તિબહેન એસ.ત્રિવેદી (૪૩)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લેતા શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અમરાઈવાડીમાં રહેતા સમીર આલમ મોર્જુલ ઈસ્લામે(૨૬) પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવતા અમરાઈવાડી પોલીસે આપઘાતના કારણની તપાસ હાથ ધરી છે. 

તે સિવાય મણીનગર ખાતે રહેતા યુનુસભાઈ વાય.છુવારાએ તેમના ઘરમાં ગળાફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું હતું. મણીનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત નારોલમાં રહેતા પ્રદિપગિરી ભવાનગિરી ગોસ્વામીએ (૫૦) પોતાના ફ્લેટ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. નારોલ પોલીસે આ અંગે વધુ તપાસ આદરી છે. તમામ બનાવમાં મૃતકોએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મહિલા સહિત પાંચ વ્યક્તિની આત્મહત્યા was originally published on News4gujarati