અમરેલી: રાજુલા તાલુકાના ઉંચેયા-ભચાદર ગામ વચ્ચે ઝુપડામાંથી 5 વર્ષના બાળકને મોડીરાત્રે સિંહણે બોચીથી પકડી દૂર સુધી ઢસડી ગઇ હતી. ત્યાર બાદ બાળકને ફાડી ખાધું હતું. સિંહણની સાથે સિંહબાળ હોવાનું પણ અનુમાન છે. પરિવારજનોએ સવારે બાળકની શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણે બાળકનો એક પગ કરડી ખાધો હતો અને અડધું માથું જ જોવા મળ્યું હતું. વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી સિંહણની શોધખોળ હાથ ધરી છે.

ઉંચેયા-ભચાદર ગામ વચ્ચે ઝુપડામાંથી મોડીરાત્રે 5 વર્ષના બાળકને સિંહણે બોચીથી પકડી દૂર સુધી ઢસડી જઇ ફાડી ખાધું was originally published on News4gujarati