ઈશાન ભારતના ટુકડા કરી નાખવાની હાકલ કરનારા જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી શર્જિલ ઇમામના ટેકામાં સૂત્રો પોકારનારી મુંબઇની પોસ્ટર ગર્લ ઊર્વશી ચુડાવાલા સામે મુંબઇ પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો.
ટુકડે ટુકડે ગેંગની પોસ્ટર ગર્લ તરીકે પ્રખ્યાત થયેલી ઊર્વશીએ પહેલી ફેબ્રુઆરીએ મુંબઇના આઝાદ મેદાનમાં યોજાયેલા દેખાવો દરમિયાન શર્જિલના ટેકામાં સૂત્રો પોકાર્યા હતા.
આમ તો ઊર્વશી એક સામાજિક કાર્યકર્તા છે પરંતુ આઝાદ મેદાનમાં એણે શર્જિલના ટેકામાં દેશના ટુકડા કરવાની માગણી જે રીતે કરી હતી એ જોતાં મુંબઇ પોલીસે એની સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો.
આઝાદ મેદાનના દેખાવોની અનેક વીડિયો ક્લીપ્સ સોશ્યલ મિડિયા પર ફરતી થઈ હતી. જેમાં ઊર્વશી શર્જિલના ટેકામાં જોરશોરથી સૂત્રો પોકારતી જોઇ શકાતી હતી. ઊર્વશી ઉપરાંત બીજા 80 જણ સામે મુંબઇ પોલીસે દેશદ્રોહનો કોસ નોંધ્યો હતો.
ઊર્વશી તાતા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશ્યલ સાયન્સીઝની એમએની વિદ્યાર્થિની છે. એ પહેલેથી શર્જિલની ટેકેદાર રહી હતી. મુંબઇ પોલીસે એના સોશ્યલ મિડિયાના એકાઉન્ટને ચકાસતાં એણે સતત શર્જિલના ટેકામાં સંદેશા પોસ્ટ કર્યા હતા.
મુંબઇ પ્રાઇડ સોલિડેરિટી ગેધરીંગના નામે પહેલી ફેબ્રુઆરીએ મુંબઇના આઝાદ મેદાનમાં રેલી .યોજાઇ હતી જ્યાં શર્જિલના ટેકામાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને દેશના ટુકડા કરવાની વાતો જાહેરમાં થઇ હતી.
રસપ્રદ વિગત એ છે કે બિહારના જેહાનાબાદમાં નાસી ગયા બાદ પોલીસે પકડ્યા પછી શર્જિલે પોતાના બચાવમાં એવું કહ્યું હતું કે મારો ઇરાદો દેશના ટુકડા કરવાનો નહોતો. આ તો ક્ષણિક આવેશમાં બોલાઇ ગયું હતું.
દેખીતી રીતેજ પોલીસ પગલાંથી શર્જિલ ડરી ગયો હતો. 25મી જાન્યુઆરીએ ઇશાન ભારતના ટુકડા કરી નાખવાની વાત કર્યા બાદ પોતાની સામે એફઆઇઆર નોંધાઇ છે. એવી જાણ થતાં પોતાનો મોબાઈલ સ્વીચ ઑફ કરીને એ જેહાનાબાદના કાકો વિસ્તારમાં પોતાના બાપદાદાના ઘર તરફ નાસી ગયો હતો.
ત્યાં ઇમામવાડામાં જ્યાં મુહર્રમના તાજિયા બનાવાય છે ત્યાં છુપાઈ ગયો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમે એને ઝડપી લીધો હતો અને દિલ્હી લાવ્યા હતા.
ઉર્વશી ચુડાવાલા સામે પણ દેશદ્રોહનો કેસ, શર્જિલ ઈમામના ટેકામાં સૂત્રોચ્ચાર કર્યા હતા was originally published on News4gujarati