વડોદરાઃ વડોદરાનું શાહિનબાગ દિલ્હીની જેમ જોર પકડે તે પહેલા જ તેને ડામી દેવાનો પોલીસતંત્ર દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. આ પહેલા તાંદલજાના રહિશોએ ધરણા કરવાની પરવાનગી માટે પોલીસને અરજી પણ આપી છે. પરંતું પોલીસે આ અરજી પેન્ડીંગ રાખીને હજુ સુધી કોઈ પણ પરવાનગી પણ નથી આપી. જ્યારે આ ધરણાને બંધ કરાવવા માટે પોલીસ સક્રિય બની છે. જે.પી.પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાંદલજાના રહિશોએ ખાનગી સ્થળમાં ધરણા યોજ્યાં છે. પરંતુ આ ધરણાની પોલીસ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી
નથી. જ્યારે જો વડોદરામાં 144ની કલમ પણ લાગુ કરાઈ છે.

ધરણાસ્થળે 24 કલાક નજર રખવામાં આવશે
પોલીસ દ્વારા વડોદરાનું શાહિનબાગ જોર પકડે તે પહેલા જ તેને ડામી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે જો આ ધરણાને કારણે કોઈ અઘટીત ઘટના બનશે તો પોલીસ દ્વારા કડક પગલા પણ ભરવામાં આવશે. બીજી તરફ 144ની બીકે ધરણા સ્થળે પણ ઓછી સંખ્યાના ગ્રુપમાં મહિલાઓ ધરણા પર બેસી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ધરણાના ત્રીજા દિવસે જ તંબુ અને જનરેટર સ્થળ પરથી ફરાસખાનાવાળાએ લઈ લીધા હતા. બીજી તરફ પોલીસ દ્વારા ધરણાના સ્થળે પણ 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. તેવામાં આ ધરણાનો લાભ લઈને કોઈ અસામાજીક તત્વ ભાંગફોડ પ્રવૃત્તિ ન કરે તે પણ પોલીસ જોઈ રહી છે. તાંદલજા વિસ્તારમાં તેમજ અન્ય સ્થળેથી આવતા લોકો જે પણ ધરણા પર બેઠા છે તેઓને પોલીસ દ્વારા પણ ધરણા ન કરવા માટે સમજાવવામાં આવી રહ્યાં છે.

તાંદલજામાં CAAના વિરોધમાં ધરણાં કરવા મંજૂરી ન અપાઇ, અરજી પેન્ડીંગ કરી દેવાઇ was originally published on News4gujarati