• રાજકોટના હજુ 12 લોકો ચીનથી આવવાની શક્યતા
  • વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને પ્રવાસીઓ પર વોચ

રાજકોટઃ રાજકોટમાં ચીનથી આવેલા લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખી તેમની તબિયત પર દરરોજ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 9 તેમજ શહેર વિસ્તારમાં 48 લોકો ચીનથી રાજકોટ આવ્યા છે. આ તમામ અત્યારે પોત પોતાના ઘરે જ છે પણ નિયમિત તપાસ થાય છે અને તમામની હાલત અત્યારે સ્થિર છે. જે લોકો આવ્યા છે તેમાંથી મોટાભાગના 13 જાન્યુઆરીની આસપાસના પણ છે જે વાઇરસના ઈન્ક્યુબેશન પિરિયડ ક્રોસ કરી ચૂક્યા છે. અત્યારથી 15 દિવસમાં જે કેસ આવે તેને પ્રાયોરિટી આપવાની હોય છે તે પહેલાના કેસ એટલા ગંભીર હોતા નથી આમ છતાં કોરોના વાઇરસના કેસમાં એકપણ વ્યક્તિને હળવાશથી નથી લેવાઈ રહ્યા તમામ ઓબ્ઝર્વેશન હેઠળ છે. રાજકોટના અત્યાર સુધી 57 લોકો ચીનથી આવી ચૂક્યા છે.

રાજકોટમાં ચીનથી આવેલા 57 લોકો આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ was originally published on News4gujarati