જૂનાગઢઃ ગિર જંગલની ધારે આવેલા ધોકડવા પાસેના શાણા વાંકિયા ગામે એક સિંહણ કુવામાં પડી જતાં મોતને ભેટી હતી. ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જના જશાધારા રાઉન્ડની ધોકડવા બીટ હેઠળ આવતા શાણા વાંકિયા ગામે એક સિંહણ કુવામાં પડી જતાં તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં આરએફઓ અને વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. સિંહણ શાણા વાંકિયાના રમેશભાઇ મધુભાઇ બરવાડિયાના ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં ખાબકી હતી. તેની વય આશરે 5 થી 9 વર્ષની હોવાનું અને તેનું મોત પાણીમાં ડૂબી જવાને લીધે થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખુલ્લા કૂવા ફરતે પાળા કરવાની માત્ર વાતો જ થતી હોવાનું ફરી સ્પષ્ટ થયું છે.

શાણા વાંકિયામાં કૂવામાં પડી જતાં સિંહણનું મોત, જશાધાર રેન્જના સ્ટાફે દોડી જઈ મૃતદેહ બહાર કાઢ્યો was originally published on News4gujarati