
પ્રતિકાત્મક તસવીર
થાઈલેન્ડથી પરત ફરેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
અમદાવાદ : ચીનમાં કોરોના વાઈરસને કારણે મંગળવાર સુધીમાં 426 લોકોના મોત થયાં છે. ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંગળવારે સાંજે સાડા પાંચથી પોણા છ વાગ્યાના અરસામાં બોપલ આંબલીના રહેવાસી એક મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. આ મહિલા દર્દી થાઇલેન્ડથી મુસાફરી કરીને આવ્યા છે અને કોરોના વાઇરસના લક્ષણો જણાઈ રહ્યા છે, જોકે રિપોર્ટ બુધવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. જોકે, રાજ્યમાં મંગળવારે એટલે ગઇકાલે અન્ય ત્રણ વ્યક્તિઓનાં કોરોનાવાયરસનાં કેસ નેગેટીવ આવ્યાં હતાં.
મહિલામાં કેવા લક્ષણો દેખાયા હતા?
28 વર્ષિય યુવતીને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણોને પગલે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી હતી. થાઇલેન્ડનો પ્રવાસ કરીને પરત ફરેલી આ યુવતીએ શરદી,તાવ,ખાંસી સહિત અન્ય લક્ષણો સાથે ફરિયાદ કરી હતી જેથી પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પણ હોસ્પિટલના સત્તાધીશોએ તાકીદે દર્દીને સિવિલ લઇ જવા ભલામણ કરી હતી. આ કારણોસર દર્દીને સિવિલમાં રિફર કરાયા હતાં.
દિલ્હીમાં સ્ક્રીનીંગ
કોરોના વાયરસનાં ભયને કારણે કેન્દ્ર સરકારે ચીનની ખાસ ફલાઇટ મોકલીને 320 ભારતીય પ્રવાસીઓને પરત લાવવામાં આવ્યાં હતા. આ બધાય મુસાફરોનું દિલ્હી એરપોર્ટ સ્થિત આર્મી કેમ્પમાં સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. એવી ચર્ચા છેકે, આ આર્મી કેમ્પમાં એક ગુજરાતી પ્રવાસી પણ શંકાસ્પદ લક્ષણ હોઇ સારવાર હેઠળ છે. આ વાત અંગે રાજ્ય આરોગ્ય વિભાગના અિધકારીઓએ એવી પ્રતિક્રિયા આપીકે, ભારતીય ઇમિગ્રેશન દ્વારા અમને કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.
અમદાવાદમાં કોરોનાવાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ, મહિલા દર્દી થાઇલેન્ડ ફરીને આવી હતી was originally published on News4gujarati