અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ મહાનગરપાલિકા ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ પ્રોજેક્ટ અમલ કરવાનો વિચારણા કરી રહ્યું છે.

અમદાવાદ : આપણું અમદાવાદ શહેર સ્માર્ટ અને હેરિટેજ શહેર બની ગયું છે. પરંતુ આ જ અમદાવાદમાં જો પીક અવર્સમાં ચાર રસ્તેથી પસાર થવું એ સાત કોઠા વિંધવા જેવું મુશ્કેલ લાગે. એમાં પણ જ્યારે ટ્રાફિક સિગ્નલ ખુલવાની તૈયારીમાં હોય ત્યારે સતત વગાડવામાં આવતા હોર્નથી માથું દુઃખવા લાગે છે. પ્રદૂષણની સાથે સાથે સિગ્નલ પર ધ્વની પ્રદૂષણ લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે. પરંતુ હવે મુંબઈની જેમ અમદાવાદમાં પણ બીન જરૂરી હોર્ન વગાડતા લોકોને પાઠ ભણાવવા માટેની વિચારણ થઈ રહી છે.

હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ મહાનગરપાલિકા ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ પ્રોજેક્ટ અમલ કરવાનો વિચારણા કરી રહ્યું છે. મુંબઈ પોલીસે હમણાં એક વીડિયો જાહેર કર્યો છે. તેને દેશભરમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ધ પનિશેબલ સિગ્નલના વીડિયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રિટ્વિટ કર્યો હતો.

મુંબઈ પોલીસના વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનચાલકો રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડી રહ્યા છે. આ અંગે મુંબઈ પોલીસે એક પ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મિટર લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રિસેટ થઈ જાય છે. એટલે કે રેડ સિગ્નલની સેકન્ડોમાં વધારો થાય છે. આ વીડિયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ હાથ ધરવાની વિચારણા એએમસીએ કરી છે.

આ મામલે અમદાવાદ  મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુ કે મુંબઇનો વીડિયો જોયા બાદ એએમસીની અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાની વિચારાણ છે. જોકે, શહેરના કયા વિસ્તારમાં સૌ પ્રથમ અમલ થશે તેની વિગતો નક્કી નથી, પણ આ પ્રયોગ અમદાવાદમાં થશે એ નક્કી છે. એટલે હવે વધુ હોર્ન મારો અને વધુ રાહ જુઓનું સૂત્ર અમદાવાદમાં પણ સાર્થક થશે.

મુંબઇ પોલીસનો ‘વેલકમ ટુ હોન્કિંગ કેપિટલ ઓફ વર્લ્ડ’ સૂત્રથી શરૂ થતા બે મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ચાર રસ્તે સિગ્નલ બંધ હોવા છતાં પણ હોર્ન મારીને રીતસર કાગારોળ મચાવતા દેખાય છે. આ ક્લિપમાં મુંબઈના વિવિધ ચાર રસ્તાઓ પર ડેસિબલ મીટર લગાવેલા જોવા મળે છે. આ મીટરની કમાલ એ છે કે ચાર રસ્તે લોકોના વાહનોના હોર્નનો અવાજ જેવો 85 ડેસિબલને પાર કરે છે કે તુરંત જ આપમેળે રેડ સિગ્નલનો પ્રતિક્ષા સમય સીધો 90 સેકન્ડ થઈ જાય છે. જોકે, અમદાવાદમાં ટ્રાફિકને લઈને અનેક નિયમો પાળવામાં નથી આવતા ત્યારે આ પ્રયોગ કેટલો સફળ રહેશે એ જોવાનું રહ્યું.

અમદાવાદીઓ સાવધાન : સિગ્નલ પર હોર્ન વગાડશો તો વધારે રાહ જોવી પડશે! was originally published on News4gujarati