RTE એક્ટ હેઠળ જરૂરી આધાર પૂરાવા રજૂ ન કરતી રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને નોટિસ ફટકારાઇ
રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નોટિસ કેમ ફટાકારાઈ છે તે અંગે પણ જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નોટિસ ફટકારી DEO આર.એસ. ઉપાધ્યાયે 10 દિવસમાં જવાબ રજૂ કરવાનું જણાવ્યું છે. રાજકોટ જિલ્લાની કેટલીક ખાનગી શાળાની માન્યતા પર સવાલ ઉભા થયા છે. જેને લઇને શાળાને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મોટાભાગની શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે માત્ર રાજકોટ શહેરની 470 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને રાજકોટ જિલ્લામાં DEO દ્વારા 523 ખાનગી શાળાને નોટિસ આપવામાં આવી છે. DEOએ RTEના 40 વધુ નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે.
નોટિસ ફટકારાઇ તે તમામ શાળાઓએ આટલી માહિતી આપવાની રહેશે
આ શાળાઓએ ક્યાંક માન્યતા માટેના જરૂરી પૂરાવા રજૂ નથી કર્યા તો ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાને લઇને ખાનગી શાળાને નોટિસનો દસ દિવસમાં જવાબ આપવા DEOએ જણાવ્યું છે. ઉપલેટાની 23 અને જેતપુરની 30 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ મંડળી રજીસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ અથવા જે તે સમયમાં અમલમાં હોય તેવા કાયદા હેઠળ રજીસ્ટર થયેલ છે કેમ?, શાળાનું મકાન ટ્રસ્ટનું છે કે ભાડાનું કે માલિકીનું?, ભાડે હોય તો કેટલા વર્ષનો કરાર?, માલિકીનું હોય તો શિક્ષણકાર્ય માટે જ છે તેનું NOC. એ સિવાય શાળાના બાંધકામના નકશા, મંજૂરી સહિત ફાયર સેફ્ટીના નિયમોનું પ્રમાણપત્ર. આ સિવાય CCTV, રમત-ગમતનું મેદાન, શૌચાલયની સુવિધા સહિતની માહિતી આપવાની રહેશે.
14 શાળાએ RTEના વિદ્યાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા આપ્યા હતા
રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થી દીઠ 10 હજાર એટલે કે કુલ 24 કરોડ ચૂકવવાના થતા હતા. જો કે, તેમાં 400માંથી 14 શાળા એવી હતી કે જેઓએ RTEના વિદ્યાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા આપ્યા હતા જેને લઇ ગ્રાન્ટ અટકી હતી. એક માહિતી મુજબ હજુ અડધી ગ્રાન્ટ જ આવી છે. જેને લઇ શાળા સંચાલકોમાં પણ રોષ છે.
જિલ્લાની 523 ખાનગી શાળા પાસે RTE નથી, ફાયર સેફ્ટીનો અભાવ, 10 દિવસમાં જવાબ રજૂ કરવા DEOનો આદેશ was originally published on News4gujarati