ઈજાગ્રસ્ત બે મહિલાઓને સારવાર માટે સિવિલ ખસેડાઈ
નવસારી બજારમાં આવેલા તલવાડીમાં પાર્કિંગ બાબતે બબાલ સર્જાઈ હતી. જેમાં ત્રણેક મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત બે મહિલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખેરૂન નિષાના અને શબાના નામની મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને સળીયો મારવામાં આવ્યો હતો. કરીમ નામના ઈસમે માથાના ભાગે સળીયો માર્યો હોવાનું કહ્યું હતું.હાલ ઈજાગ્રસ્ત બંન્ને મહિલાઓની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
નવસારી બજારમાં પાર્કિંગ બાબતે બબાલ થતાં ત્રણેક મહિલાઓને માર મરાયો was originally published on News4gujarati