જુન 2020 પછી લેવાનાર તમામ પરીક્ષામાં તમામ વિષયોમાં રિ-એસએસમેન્ટની છૂટ આપવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો.હરેશ ઝાલાની Ph.D વિદ્યાર્થિની પાસે શરીર સુખ માગવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેને લઇને પ્રોફેસરને બે દિવસ પહેલા આ કેસમાં ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. પરંતુ આજે નવો વળાંક આવ્યો છે. આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હરેશ ઝાલા વિરૂદ્ધ રજીસ્ટર પોલીસ ફરિયાદ કરવામાં આવશે. બાદમાં તેમના ઓડિયોક્લીપનું વોઇસ રેકોર્ડીંગ FSLમાં મોકલવામાં આવશે.
નિવૃત્ત જજની કમિટીની રચના કરાશે
આ કેસમાં નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે. પ્રોફેસર હરેશ ઝાલાનું સસ્પેન્સન યથાવત રાખવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ ચાર નિર્ણય લેવામાં આવ્યા હતા. બીજા એક નિર્ણયમાં જુન 2020 પછી લેવાનાર તમામ પરીક્ષામાં તમામ વિષયોમાં રિ-એસએસમેન્ટની છૂટ આપવામાં આવી છે. એક-બે વિ।ય નહીં પરંતુ વિદ્યાર્થીઓ તમામ વિષયનું રિ-એસએસમેન્ટ કરાવી શકશે.
શું કહે છે કુલપતિ
હેરેસમેન્ટ સેલે ક્લીન ચીટ આપી હતી જેને લઈ કુલપતિએ કહ્યું કે, હેરસમેન્ટ સેલે એકલો નિર્ણય લઈ લે તે એટલું મહત્વનું ન હોય. યુનિવર્સિટીની પ્રતિષ્ઠતાને ધ્યાને લઈ એટલે જ આખું પ્રકરણ સિન્ડિકેટમાં લવાયું અને કાર્યવાહી પણ કરી છે.
પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ બાદ વોઇસ રેકોર્ડીંગ FSLમાં મોકલાશે, સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય was originally published on News4gujarati