ઋષિ ઠાકરે જેલમાં રહેલા ભીસ્તીવાડનાં રીયાઝ દલ, શાહરૂખ સીરાજ ઝુણેજા અને પોપટપરામાં રહેતા શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ : આપણે અવારનવાર વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કે ભાગી જવાનાં કિસ્સાઓ જોયા છે. ત્યારે રાજકોટ જેલમાંથી હત્યાનાં કેદીએ ફોન કરી વ્યાજ માટે ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ સાથે તેની સાથે જ જેલમાં રહેલા તેના ભાણેજે પણ પેરોલ પર છૂટીને ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપી હતી. હાલમાં તે ફરીથી જેલમાં છે. ઉપરાંત પોપટપરાના એક શખ્સે પણ વ્યાજ માટે ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. મોરબી રોડ વેલનાથપરામાં રહેતા ઋષિ ઠાકરે જેલમાં રહેલા ભીસ્તીવાડનાં રીયાઝ દલ, શાહરૂખ સીરાજ ઝુણેજા અને પોપટપરામાં રહેતા શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા સામે ફરિયાદ નોંધાવી છે.

આ કેસનાં ફરિયાદી ઋષિ ઠાકર સાથે ન્યૂઝ18 ગુજરાતીનાં સંવાદદાતાએ વાત કરી હતી. આ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં વર્ષ 2017, નવેમ્બરમાં દોઢ લાખ રૂપિયા લીધા હતાં. જેની સામે મેં કુલ સાત લાખ રૂપિયા 2018માં ચુકવી દીધા હતાં. તે પછી પણ મારી સામે પૈસાની માંગણી બંધ થઇ ન હતી. જ્યારે પણ તે પેરોલથી બહાર આવે કે પછી જેલમાંથી જ ફોન આવે ત્યારે પણ મારી પાસે માંગણી કરતો. તેના કે તેના પરિવાર માટે કપડા, બૂટ જેવા ખર્ચા પણ મારી પાસે જ કરાવતો હતો. આવા ત્રાસથી કંટાળીને મેં અને મારા પિતાએ પોતાનું ઘર વેચવાનો પણ નિર્ણય કર્યો હતો. મકાન વેચ્યા પછી પણ તેમનો ત્રાસ ઘટ્યો ન નહીં. જેથી અમે બી ડિવિઝનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ગુનેગારોને સજા થાય તેવી મને આશા છે.

નોંધનીય છે કે, 26-1નાં રોજ સાંજે રિયાઝનાં ભાણેજ શાહરૂખ ઉર્ફે રાજાએ ઋષિ ઠાકરને ફોન કરી પોતે પેરોલ પર આવ્યાનું અને મામા રિયાઝ દલના 3 લાખ આપવાના છે તેમ કહી ધમકી આપી હતી. તે પેરોલ પુરા થતાં ફરીથી જેલહવાલે થયો છે. જેના કારણે ઋષિ ઠાકરે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી વ્યાજ માટે તેના સાળા દેવેન્દ્રભાઇનાં ઘરે જઇ ધમકીઓ આપવાનું શરૂ થયું હતું. તેમજ રૂષી ઠાકરનાં પત્નિ અને પુત્રીને પણ ધમકીઓ આપવામાં આવી હતી.

રાજકોટની જેલમાંથી હત્યાનાં કેદીએ ફોન કરીને અનેકવાર માંગ્યા રૂપિયા, ત્રાસથી ઘર પણ વેચી નાંખ્યું was originally published on News4gujarati